BSF ના જવાનો સાથે ઈન્ડો લાયન ફાઉન્ડેશનની અનોખી દિવાળી પર્વની, જુઓ Video
દિવાળીનો પર્વ લોકો પોતાના પરિવાર સાથે આનંદભેર ઉજવે છે, ત્યારે દેશની સુરક્ષામાં તત્પર રહેનારા BSF જવાનો માટે પણ આ તહેવાર ખાસ બની રહ્યો. Indo Lion Foundation એ જેસલમેર ખાતે આવેલી Rython Wala Forward Post પર સરહદ પર તહેનાત જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

ફાઉન્ડેશનની ટીમે Laxmi Puja અને આરતી કર્યા બાદ જવાનો અને મહિલા જવાનોને મીઠાઈ આપી સન્માનિત કર્યા. દેશની સુરક્ષા માટે વર્ષભર સીમા પર તૈનાત રહેનારા આ બહાદુર યોદ્ધાઓ માટે આ ક્ષણો આનંદ અને ગૌરવથી ભરપૂર બની ગઈ હતી.
જવાનો અને ફાઉન્ડેશનના સભ્યોએ સાથે મળીને દીપ પ્રાગટ્ય કર્યું, ફટાકડા ફોડ્યા અને એકબીજાને દિવાળીની શુભકામનાઓ આપી. જવાનોના ચહેરા પર દેશપ્રેમની ચમક અને તહેવારની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે.
જવાનોએ કહ્યું કે આ ઉજવણી તેમને પોતાના પરિવારની યાદ અપાવી ગઈ, પરંતુ સાથે દેશ માટે જીવ અર્પણ કરવાનો સંકલ્પ પણ વધુ મજબૂત થયો.