Video: હિમાચલ પ્રદેશના મનાલીમાં ભારે તબાહી, નદીના પૂરમાં તણાયા અનેક નાના-મોટા મકાનો, જુઓ વીડિયો
ભારે વરસાદ અને બિયાસ નદીના પૂરે હિમાચલ પ્રદેશમાં ભારે તબાહી ફેલાવી છે. પૂરના પાણી ઓસર્યા બાદ હવે બિયાસે મચાવેલી તારાજી નજર સમક્ષ આવી રહી છે. જે સ્થળ પર્યટકોની પહેલી પસંદ હતું, આજે ત્યાં જતા આજે પ્રવાસીઓ ખચકાઇ રહ્યા છે.
ભારે વરસાદ (Heavy Rain) અને બિયાસ નદીના પૂરે હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) ભારે તબાહી ફેલાવી છે. પૂરના પાણી ઓસર્યા બાદ હવે બિયાસે મચાવેલી તારાજી નજર સમક્ષ આવી રહી છે. આ દ્રશ્યો પર્યટન સ્થળ મનાલીના છે. જે સ્થળ પર્યટકોની પહેલી પસંદ હતું, આજે ત્યાં જતા આજે પ્રવાસીઓ ખચકાઇ રહ્યા છે. બિયાસ નદીએ અહીં એવો તો વિનાશ વેર્યો છે કે નેશનલ હાઇવે નકશામાંથી ગાયબ થઇ ગયો છે.
ઠેરઠેર મોટા ગાબડાથી હાઇવે બંધ થયો છે અને પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. અનેક સ્થળોએ ભૂસ્ખલનથી વિશાળ પથ્થરની શિલાઓ રસ્તા પર આવી ગઇ છે. પૂરમાં માત્ર રસ્તા જ નહીં, મોટા મકાનો અને મંદિરો પણ તણાયા છે. મનાલીમાં હાલ જ્યાં નજર કરો ત્યાં માત્ર વિનાશ જ વિનાશ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : Breaking News: કેદારનાથમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ !, હવે મંદિરમાં ફોટો કે વીડિયો બનાવવા ફોન નહી લઈ જઈ શકે યાત્રીઓ
આ એ જ મનાલી છે જે પર્વતો, હરિયાળી અને પ્રકૃતિના કારણે પ્રચલિત હતું, પરંતુ એક જ સપ્તાહમાં મનાલીનું ચિત્ર બદલાઇ ગયું છે અને હવે મનાલી મુશ્કેલીમાં મુકાઇ ગયુ છે. ઘરોમાં કાદવ કિચ્ચડ, તૂટેલા રસ્તા, ઠેરઠેર ભૂસ્ખલન અને વરસાદી આફતે મનાલીના હાલ બેહાલ કરી નાખ્યા છે. આવી તબાહી અગાઉ ક્યારેય નથી જોવા મળી.