Gujarati Video : બોર્ડની પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થી બેભાન થઈ જતા હોસ્પિટલ ખસેડાઇ, ભરૂચ જિલ્લામાં બીજો બનાવ સામે આવ્યો

|

Mar 17, 2023 | 1:52 PM

પાલેજ હાઈ સ્કૂલમાં ધોરણ 10 ની વિદ્યાર્થીનીએ પરીક્ષા દરમ્યાન સુપરવાઈઝરને તબિયત સારી ન હોવાનું જણાવ્યું હતું જેણે બાદમાં ચક્કર આવી રહ્યા હોવાની ફરિયાદ કરી હતી. શાળામાં સંચાલકો કોઈ પગલું ભરે તે પહેલા બાળકી બેભાન થઇ ગઈ હતી.

ભરૂચમાં બોર્ડની પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થિનીની તબિયત લથડતા દોડધામ મચી હતી. ધોરણ 10 ની વિદ્યાર્થીની યાસ્મિન સાદીક્ભાઇ પઠાણે પરીક્ષાએ દરમ્યાન સુપરવાઈઝરને ચક્કર આવવાની ફરિયાદ કરી હતી જે બાદમાં બેભાન થી જતા શાળા સંચાલકો અને સુપરવાઝરોએ દોડધામ કરી મૂકી હતી. બોર્ડની પરીક્ષા દરમ્યાન પરીક્ષાર્થીની તબિયત લથડવાનો ભરૂચ જિલ્લામાં આ બીજો બનાવ છે. આ અગાઉ ૧૪ માર્ચે અંકલેશ્વરમાં એક વિદ્યાર્થીએ આજ પ્રકારની ફરિયાદ કરી હતી જેને પરીક્ષાખંડમાં તબીબી દેખરેખ હેઠળ પરીક્ષા અપાવવામાં આવી હતી. આજે વધુ એક બનાવ બનતા 108 ની ટીમ પરીક્ષા સેન્ટર ખાતે મોકલવામાં આવી હતી.

પાલેજ હાઈ સ્કૂલમાં ધોરણ 10 ની વિદ્યાર્થીનીએ પરીક્ષા દરમ્યાન સુપરવાઈઝરને તબિયત સારી ન હોવાનું જણાવ્યું હતું જેણે બાદમાં ચક્કર આવી રહ્યા હોવાની ફરિયાદ કરી હતી. શાળામાં સંચાલકો કોઈ પગલું ભરે તે પહેલા બાળકી બેભાન થઇ ગઈ હતી. ઘટનાના પગલે તાત્કાલિક 108 ને કોલ અપાયો હતો. એમ્બ્યુલન્સ પણ ગણતરીના સમયમાં પાલેજ હાઈ સ્કૂલ ખાતે પહોંચી હતી. ફિઝિશિયનની સલાહના આધારે યાસ્મિન સાદીક્ભાઇ પઠાણની પ્રારંભે શાળામાં સારવારનો પ્રયાસ કરાયો હતો જોકે બાળકીને વધુ સારવાર અને દેખરેખની જરૂર હોવાથી બાદમાં નજીકના આરોગ્યકેન્દ્ર ખાતે ખસેડવાની ફરજ પડી હતી.

ઉલ્લેખનીય છે કે બોર્ડની પરીક્ષાએ વિદ્યાર્થી જીવન માટે એક મોટો પડાવ માનવામાં આવે છે. બાળકો ઉપર સારા પરિણામનું દબાણ રહેતું હોય છે. કેટલા સંજોગોમાં પરીક્ષાના દબાણમાં બાળકો ગંભરાઈ જતા હોય છે તેમની તબિયત લથડી જતી હોવાના કિસ્સા સામે આવે છે.

Published On - 1:52 pm, Fri, 17 March 23

Next Video