Banaskantha : એક લાઈકની લ્હાયમાં લાઈફને જોખમમાં મૂકતા લોકો, અંબાજીમાં જોખમી સેલ્ફી લેતા યુવાનોનો વીડિયો સામે આવ્યો
સેલ્ફી લેવાના ચક્કરમાં યુવાનો જોખમને નોતરી રહ્યા છે. એક ભૂલ અને યુવાનો જીવ ગુમાવી શકે છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જ્યાં યુવાનો સેલ્ફી લઈ રહ્યા છે ત્યાં કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા પણ નથી. ત્યારે આ વીડિયોની હકિકત સામે આવ્યા બાદ જરૂરી છે કે તંત્ર ગબ્બર પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવે.
Banaskantha : એક લાઈકની લ્હાયમાં લાઈફને જોખમમાં મૂકતા લોકોનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વખતે આ વીડિયો અંબાજીથી (Ambaji) સામે આવ્યા છે. જ્યાં ગબ્બર પર કેટલાક યુવાનો સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ગબ્બર પર રહેલા એક પથ્થર પર એક બે નહીં પણ અનેક યુવાનો સેલ્ફી લેતા જોવા મળ્યા હતા.
સેલ્ફી લેવાના ચક્કરમાં યુવાનો જોખમને નોતરી રહ્યા છે. એક ભૂલ અને યુવાનો જીવ ગુમાવી શકે છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જ્યાં યુવાનો સેલ્ફી લઈ રહ્યા છે ત્યાં કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા પણ નથી. ત્યારે આ વીડિયોની હકિકત સામે આવ્યા બાદ જરૂરી છે કે તંત્ર ગબ્બર પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવે. બીજી તરફ યુવાનોની પણ ફરજ છે કે આવા જોખમી સ્થળ પર સેલ્ફી ન લે.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો