દિલધડક રેસક્યૂ : NDRFની જહેમતથી 6 કલાક બાદ નદી વચ્ચે ફસાયેલા યુવકને બચાવી લેવાયો, જુઓ VIDEO
NDRF Rascue opreation

Follow us on

દિલધડક રેસક્યૂ : NDRFની જહેમતથી 6 કલાક બાદ નદી વચ્ચે ફસાયેલા યુવકને બચાવી લેવાયો, જુઓ VIDEO

| Edited By: | Updated on: Jul 20, 2022 | 7:45 AM

પશુ ચરાવવા ગયેલો યુવક ખેરોજ નજીકથી (kheroj) વહેતી સાબરમતી નદી વચ્ચે ફસાયો હતો. અચાનક નદીનો પાણી ચોતરફ આવી જતા કિનારે જવુ તેના માટે મુશ્કેલ હતુ.

બનાસકાંઠા (Banakantha) જિલ્લાના દાંતાના મગવાસ પાસે સાબરમતી નદીમાં (Sabarmati river)  ફસાયેલા યુવકને બચાવી લેવાયો . 6 કલાક બાદ આખરે યુવક NDRFની મદદથી નદી પાર કરી શક્યો. સ્થાનિકોએ NDRFની ટીમને (Racsue opreation) જાણ કરતા બચાવ ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકને બચાવી લીધો હતો. યુવકનો જીવ બચતા તેના પરિવારજનો અને ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મહત્વનું છે કે, પશુ ચરાવવા ગયેલો યુવક ખેરોજ નજીકથી (kheroj) વહેતી સાબરમતી નદી વચ્ચે ફસાયો હતો. અચાનક નદીનો પાણી ચોતરફ આવી જતા કિનારે જવુ તેના માટે મુશ્કેલ હતુ.

પહેલાં દ્રશ્યમાં જોઈ શકાય છે કે, યુવક પાણી વચ્ચે ફસાયો છે. અને મદદ માટે રાહ જોઈ રહ્યો છે. બીજા દ્રશ્યોમાં દેવદૂત બનીને આવેલી NDRFની રેસ્ક્યૂ કામગીરી પણ જોઈ શકાય છે. NDRFએ ફસાયેલા યુવકને બોટ દ્વારા નદી પાર કરાવી હતી.

5 દિવસ અતિભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ

બનાસકાંઠામાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ બન્યું છે, મામલતદારે પાંચ દિવસ સુધી અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપ્યો છે. TDO, BHO, PI, CO સહિત તમામ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે.