Gujarati Video : વ્યાજના વિષચક્રએ વડોદરામાં એક યુવકનો જીવ લીધો, 15 ટકા વ્યાજે લીધા રૂપિયાની પઠાણી ઉઘરાણી કારણભૂત
ગુજરાતમાં એક તરફ રાજ્ય સરકાર વ્યાજ ખોરો વિરુદ્ધ કડક હાથે પગલાં લઇ રહી છે. તેવા સમયે વ્યાજના વિષચક્રએ વડોદરામાં એક યુવકનો જીવ લીધો છે. જેમાં બાલાજી રેસિડેન્સીમાં રહેતા નિશાંત સિંહે ઘરમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો. પોલીસને હિન્દીમાં લખેલી સુસાઈડ નોટ મળી હતી. જેમાં મૃતકે લખ્યું કે મેં પુલિસવાલો કો રિક્વેસ્ટ કરતા હું કી અક્ષય જેસે લોગો કો માફ મત કરના, મૃતક નિશાંતે અક્ષય નામના વ્યાજખોર પાસેથી 15 ટકાના વ્યાજે 20 હજાર ઉછીના લીધા હતા.
ગુજરાતમાં એક તરફ રાજ્ય સરકાર વ્યાજ ખોરો વિરુદ્ધ કડક હાથે પગલાં લઇ રહી છે. તેવા સમયે વ્યાજના વિષચક્રએ વડોદરામાં એક યુવકનો જીવ લીધો છે. જેમાં બાલાજી રેસિડેન્સીમાં રહેતા નિશાંત સિંહે ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. પોલીસને હિન્દીમાં લખેલી સુસાઈડ નોટ મળી હતી. જેમાં મૃતકે લખ્યું કે મેં પુલિસવાલો કો રિક્વેસ્ટ કરતા હું કી અક્ષય જેસે લોગો કો માફ મત કરના, મૃતક નિશાંતે અક્ષય નામના વ્યાજખોર પાસેથી 15 ટકાના વ્યાજે 20 હજાર ઉછીના લીધા હતા.
જે પેટે 5 હજાર ચુકવ્યા છતા વ્યાજખોર અક્ષય બાકીના રૂપિયા માટે પઠાણી ઉઘરાણી કરતો હતો. આ કેસમાં મકરપુરા પોલીસે વ્યાજખોર સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.
