મહેસાણામાં એક યુવક કાળઝાળ ગરમીને લઈ અચાનક ઢળી પડ્યો હતો. પાણીની બોટલ લેવા માટે એક પાર્લર પર પહોંચ્યો હતો. જ્યાં દુકાનનો સંચાલક યુવકને પાણીની બોટલ આપે એ પહેલા જ દુકાન આગળ ઢળી પડ્યો હતો. આસપાસથી અન્ય લોકો અને ગ્રાહકો એકઠા થઈ જતા તેની પર પાણી છાંટવામાં આવ્યું હતુ.
યુવકને પાણી છાંટતા થોડીક મિનિટો બાદ ભાનમાં આવ્યો હતો. યુવકને ચક્કર આવ્યા હતા અને ચક્કર ખાઈ ગરમીમાં ઢળી પડ્યો હતો. યુવકના ઢળી પડવાના દ્રશ્ય સીસીટીવીમાં કેદ થયા હતા. યુવક ફરીથી ભાનમાં આવતા રાહત સર્જાઈ હતી અને સારવાર માટે મોકલવા માટેની તજવીજ કરાઈ હતી. કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન થઈ ચૂક્યા છે અને લૂ લાગવા અને ચક્કર આવવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતની આ ચીજો અને ઉત્પાદનો છે વિશેષ, જેને મળ્યા GI ટેગ, જાણો
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 4:09 pm, Tue, 28 May 24