ભરૂચના કાવિઠા ગામમાં બહિષ્કાર વિવાદે રાજકીય રંગ પકડ્યો, યતીન પટેલે આપી પ્રથમ સ્પષ્ટતા

| Edited By: | Updated on: Jun 23, 2026 | 9:28 PM

ભરૂચના કાવિઠા ગામમાં સ્થાનિક અગ્રણી અને તેમના પરિવારના બહિષ્કારના વિવાદે રાજકીય ગરમાવો પેદા કર્યો છે. સમગ્ર મામલે જિલ્લા પંચાયત સભ્ય યતીન પટેલ પ્રથમ વખત સામે આવ્યા અને ગ્રામસભાના નિર્ણયને ગ્રામજનોના આક્રોશ સાથે જોડીને પોતાનો બચાવ રજૂ કર્યો.

કાવિઠા ગામમાં સ્થાનિક અગ્રણી અને તેમના પરિવારના કથિત સામાજિક બહિષ્કારના મામલે રાજકારણ ગરમાયું છે. સમગ્ર વિવાદમાં જિલ્લા પંચાયત સભ્ય યતીન પટેલનું નામ સામે આવતા તેઓ પ્રથમ વખત જાહેરમાં સ્પષ્ટતા કરવા આવ્યા હતા.

યતીન પટેલે પોતાના પર લાગેલા તાલિબાની ફરમાનના આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે ફરિયાદી ગામના વિકાસ કાર્યોમાં સતત અડચણો ઊભી કરી રહ્યો હતો, જેના કારણે ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. તેમણે દાવો કર્યો કે ગ્રામસભામાં લેવાયેલો નિર્ણય ગ્રામજનોની લાગણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું કે ગામના વડીલોની સમજાવટ બાદ બહિષ્કારનો નિર્ણય રદ કરવામાં આવ્યો હતો અને ફરિયાદીના પરિવારનો કોઈ બહિષ્કાર કરવામાં આવ્યો નથી. પાણી સહિતની તમામ જરૂરી સેવાઓ યથાવત રાખવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું. બીજી તરફ ફરિયાદીનો આક્ષેપ છે કે તેઓ ગામમાં થતા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા હોવાથી તેમના પરિવારને નિશાન બનાવવામાં આવ્યો હતો. સમગ્ર મામલે હવે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા તેજ બની છે.

TTE સાથે સેટિંગ’ ભારે પડી શકે! ટ્રેનમાં રસીદ વગર સીટ લીધી તો જેલ સુધી પહોંચી શકે છે મામલો

Follow Us