Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha : મહિલાઓએ પાણીની સમસ્યાને લઈને રણશીંગુ ફૂંક્યું, ચૂંટણીના બહિષ્કારની ચીમકી

Banaskantha : મહિલાઓએ પાણીની સમસ્યાને લઈને રણશીંગુ ફૂંક્યું, ચૂંટણીના બહિષ્કારની ચીમકી

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 11:17 PM

ઉત્તર ગુજરાતના ડેમની સ્થિતિની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના(Gujarat) કુલ 15 જેટલા ડેમમાં હાલ માત્ર 16.48 ટકા જેટલું જ પાણી બચ્યું છે.. જેમાં અરવલ્લીના 6 ડેમમાં 12.15 ટકા, સાબરકાંઠાના 5 ડેમમાં 6.10 ટકા, બનાસકાંઠાના 3 ડેમમાં 6.1 ટકા પાણીનો જથ્થો છે.

ગુજરાતના બનાસકાંઠા(Banaskantha)  જિલ્લામાં ફરી એકવાર પાણીની તંગીને લઈને જળ આંદોલન(Water movement)  શરૂ થયું છે.. પાલનપુર તાલુકાના તળાવો ભરવાની માંગ સાથે હજારોની સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવ્યા છે. આ વખતે આંદોલનનો મોરચો મહિલાઓએ(Women) સંભાળ્યો છે. જેમાં 50થી વધુ ગામડાઓને પાણી પુરુ પાડવાની માંગ સાથે લોકોએ હલ્લાબોલ કર્યો. 3000 જેટલી મહિલાઓ એકત્ર થઈ પાણીની સમસ્યા પર રણશીંગુ ફૂંક્યું છે. સરકાર અને તંત્રના કાને પોતાની વાત પહોંચાડવા માટે મહિલા પશુપાલકો અને ખેડૂતોએ 3 કિલોમીટર લાંબી પદયાત્રા કાઢી છે. પાણી મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ.. આ મહિલાઓનું કહેવું છે કે સરકાર આ પશુપાલકોના હિતમાં નિર્ણય નહીં લે તો આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર પણ કરવામાં આવશે.

નોંધનિય છે કે, મલાણા તળાવ ભરવા માટે છેલ્લા ૨૫ વર્ષથી ખેડૂતો માંગ કરી રહ્યા છે. પરંતુ પશુપાલકોની આ માંગણી સંતોષાતી નથી. પાલનપુર તાલુકાના મલાણા આજુબાજુના પચાસ ગામોને આ તળાવ સીધી અસર કરે છે. એટલે જ આ તળાવમાં પાણી હોય તો તેઓ પશુપાલન પણ નિભાવી શકે અને પાણીનાં તળ પણ ઊંચા આવે.ત્યારે હવે જોઈએ કે આગામી સમયમાં બનાસકાંઠાના ખેડૂતોનું આ આંદોલન કેવો રંગ લાવે છે.

ઉત્તર ગુજરાતના ડેમની સ્થિતિની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના કુલ 15 જેટલા ડેમમાં હાલ માત્ર 16.48 ટકા જેટલું જ પાણી બચ્યું છે.. જેમાં અરવલ્લીના 6 ડેમમાં 12.15 ટકા, સાબરકાંઠાના 5 ડેમમાં 6.10 ટકા, બનાસકાંઠાના 3 ડેમમાં 6.1 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દાંતીવાડા ડેમમાં 5થી 7 ટકા જ પાણી બચ્યું છે.. સિપુ ડેમ તળિયા ઝાટક થઈ ગયો છે.. હાથમતી ડેમમાં 8.6 ટકા પાણીનો સંગ્રહ, મહેસાણાના ધરોઈ ડેમમાં 21.78 ટકા પાણી છે..15 ડેમમાં કુલ 20 હજાર લીટર પાણી વાપરવા લાયક બચ્યું છે.

આ પણ વાંચો :  ગાંધીનગર: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની દેશના આર્મી સ્ટાફ ચીફે મુલાકાત લીધી

આ પણ વાંચો : ગુજરાતમાં આજે કોરોનાના નવા 10 કેસ નોંધાયા, એકટીવ કેસની સંખ્યા 156 થઇ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 13, 2022 11:14 PM
g clip-path="url(#clip0_868_265)">