Gandhinagar: કલોલમાં ઘરમાં ઘૂસીને એક મહિલાનું અપહરણ, અપહરણકારોએ મહિલાને આ રીતે કરી મુક્ત

| Edited By: | Updated on: Apr 02, 2022 | 1:54 PM

કલોલના પંચવટી વિસ્તારની સરસ્વતી સોસાયટીમાં ઘરમાં ઘુસીને એક મહિલાનું કેટલાક લોકોએ અપહરણ કર્યુ છે. એટલુ જ નહીં આ મહિલાને બંધક બનાવી 50 લાખ રૂપિયાની ખંડણી પણ માગી હતી.

ગુજરાત (Gujarat) માં દિવસે દિવસે ક્રાઈમની ઘટનાઓમાં વધારો થતો જઈ રહ્યો છે. પોલીસ અને કાયદાનો જાણે ડર જ ન રહ્યો હોય એમ અસામાજિક તત્વો અને ગુનેગારો બેફામ બની ગયા છે. ગાંધીનગર (Gandhinagar)ના કલોલમાં પણ આવી જ એક ક્રાઈમ (Crime)ની ઘટના સામે આવી છે. કલોલ (Kalol)ના પંચવટી વિસ્તારની સરસ્વતી સોસાયટીમાં ઘરમાં ઘુસીને એક મહિલાનું કેટલાક લોકોએ અપહરણ કર્યુ છે. એટલુ જ નહીં આ મહિલાને બંધક બનાવી ખંડણી પણ માગી હતી. જો કે પોલીસને અપહરણની ઘટનાની જાણ થઈ હોવાનું જણાતા જ અપહરણકારોએ મહિલાને એક સ્થળે મુકીને ફરાર થઇ ગયા હતા.

ઘટના કઈક એવી છે કે ગાંધીનગર જિલ્લાના કલોલમાં પંચવટી વિસ્તારની સરસ્વતી સોસાયટીમાંથી એક મહિલાનું અપહરણ થયું હતુ. અંદાજે 6 લોકો બપોરે સોલાર પેનલના મીટર રીડિંગના બહાને ઘરમાં ઘૂસી ગયા હતા અને મહિલાના મોઢા પર ટેપ લગાવી તેનું અપહરણ કરીને લઈ ગયા હતા. અપહરણકારોએ આ મહિલાને 12 કલાક બંધક બનાવીને રાખી હતી. અપહરણકારોએ મહિલાના બદલામાં 50 લાખ રૂપિયાની ખંડણી માગી હતી. મહિલાના પતિએ અપહરણના ગણતરીના સમયમાં જ કલોલ સીટી પોલીસ સ્ટેશને જાણ કરી હતી. જેની જાણ અપહરણકારોને થઈ ગઈ હતી. જેથી પોલીસ ઝડપી લે તે પહેલા જ અપહરણકારોએ મહિલાને મુક્ત કરી દીધી હતી.

અપહરણકારો બીજા દિવસે સવારે કલોલના બોરીસણા રોડ પર ટેલિફોન એક્સચેન્જ નજીક મહિલાને મુક્ત કરીને ફરાર થઈ ગયા. આ અપહરણ બાદ હેમખેમ મુક્ત થયેલી મહિલાના વર્ણનના આધારે કલોલ પોલીસે ફરાર શખ્સોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો-

Arvind Kejriwal Rally Live Updates: અમદાવાદમાં આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદર્શન, અરવિંદ કેજરીવાલ અને ભગવત માન ઉતર્યા ગુજરાતના રોડ પર

આ પણ વાંચો-

ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, 11 દિવસમાં પેટ્રોલના ભાવમાં 7.20 રૂપિયા અને ડીઝલના ભાવમાં 7.39 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો