Jamnagar : જામનગરની જિલ્લા પંચાયતમાં સરકારી રેકોર્ડની ચોરી કરવી એક કર્મચારીને ભારે પડી છે. પંચાયતના માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરે વાયરમેન તરીકે ફરજ બજાવતા કર્મચારી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ જિલ્લા પોલીસ વડાએ SITની રચના કરી છે. જેમાં હવે રેકોર્ડની તપાસ એક ડીવાયએસપી, બે પીઆઈ, એક પીએસઆઇ સહીતની ટીમ કરશે. અંદાજીત અઢી મહીના પહેલા કર્મચારીએ ટ્રેકટર સાથે ટ્રોલી લાવીને રેકોર્ડની ચોરી કરી હતી. ઇલેકટ્રીક શાખામાં 1 હજાર 582 ફાઈલ અને 220 રજીસ્ટરની ચોરી થઈ હતી.
જીલ્લા પંચાયતની ઈલેક્ટ્રીક શાખામાંથી વર્ષ 2015થી 2023 સુધીના સરકારી રેકર્ડ, રજીસ્ટર અને ફાઈલ્સ તમામ વસ્તુઓ ચોરી થયા હતા. ત્રણ દિવસ પહેલા અધિકારીઓ કોઈ રેકોર્ડ તપાસતા સામે આવ્યું કે તમામ રેકર્ડ ગુમ થયા છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી અને ત્યાર બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે રેકર્ડમાં એનઓસી, મંજૂરી, ઓડીટ, બીલ, રોજકામ અને યોજનાની ફાઈલો સહીતની વિગતો હતી તે તમામ ગૂમ થઈ ગઇ હતી.
જામનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 4:04 pm, Thu, 1 June 23