ખેડૂતો માટે રાહત: હાલ કમોસમી વરસાદની કોઈ શક્યતા નહીં, આગામી 24 કલાકમાં આકરી ઠંડીની આગાહી

ખેડૂતો માટે રાહત: હાલ કમોસમી વરસાદની કોઈ શક્યતા નહીં, આગામી 24 કલાકમાં આકરી ઠંડીની આગાહી

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 8:28 AM

અમદાવાદ સહિત રાજ્યમાં સતત બે દિવસ સુધી વાતાવરણમાં પલટો આવ્યા બાદ તાપમાનનો પારો ઉંચકાયો છે. વાદળો હટતાની સાથે જ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે.

Weather in Gujarat: ગુજરાતમાં માવઠાને (Gujarat Unseasonal Rain) લઈ ચિંતિત ખેડૂતો માટે મોટી રાહતના સમાચાર. રાજયના કોઈ પણ વિસ્તારમાં હવે કમોસમી વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી. હવામાન (Today Weather) વિભાગે આગામી 24 કલાકમાં આકરી ઠંડી પડવાની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં માવઠા બાદ ઠંડીનો પારો 1થી 2 ડિગ્રી જેટલો વધારે ગગડી શકે છે. જ્યારે આગામી બે થી ત્રણ દિવસ ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા છે. આ ઠંડા પવનોને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આકરી ઠંડીનો ચમકારો અનુભવાશે.

અમદાવાદ સહિત રાજ્યમાં સતત બે દિવસ સુધી વાતાવરણમાં પલટો આવ્યા બાદ તાપમાનનો પારો ઉંચકાયો છે. વાદળો હટતાની સાથે જ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ગઈકાલે એક જ દિવસમાં અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો સાડા ચાર ડિગ્રી જેટલો ગગડયો હતો. અમદાવાદ શહેરમાં મંગળવારે લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી નોંધાયુ હતું જે બુધવારે ઘટીને 13.5 ડિગ્રી નોંધાયું છે.

તેવી જ રીતે ડીસામાં મંગળવારે તાપમાન 16.6 ડિગ્રી નોંધાયું હતું જે બુધવારે ઘટીને 12.1 ડિગ્રી નોંધાયું છે. આમ મોટાભાગના શહેરોમાં 4 થી સાડા ચાર ડિગ્રી જેટલો પારો ગગડયો છે. જેના કારણે એકાએક ઠંડીનું જોર વધ્યું છે. આગામી દિવસોમાં ગાત્રો થિજવતી ઠંડી પડશે તેવી હવામાન ખાતા દ્વારા પણ આગાહી કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: રાજ્યભરમાં આજે કાપડ માર્કેટ બંધ! GST દર વધારા મુદ્દે કાપડના વેપારીઓ નોંધાવશે વિરોધ

આ પણ વાંચો: માસ્કના નિયમોનો ભંગ કરતા નેતાઓને ચેતવણી! હર્ષ સંઘવીએ આપ્યું આ નિવેદન, નિયમોને લઈને કહી આ વાત

Published on: Dec 30, 2021 08:05 AM
g clip-path="url(#clip0_868_265)">