રાજ્યભરમાં આજે કાપડ માર્કેટ બંધ! GST દર વધારા મુદ્દે કાપડના વેપારીઓ નોંધાવશે વિરોધ

રાજ્યભરમાં આજે કાપડ માર્કેટ બંધ! GST દર વધારા મુદ્દે કાપડના વેપારીઓ નોંધાવશે વિરોધ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 8:28 AM

GST Protest: કેન્દ્ર સરકાર દ્વારા કાપડના GST દરમાં વધારો કરવાના વિરોધમાં 30 તારીખ એટલે કે આજે સમગ્ર ગુજરાતના વિવિધ કાપડ માર્કેટ બંધ રહેશે.

GST Protest: રાજ્યભરમાં (Gujarat) આજે કાપડના વેપારીઓ બંધ પાળશે. GST દરમાં વધારો કરવાના નિર્ણય મુદ્દે રાજ્યભરના કાપડના વેપારીઓ (Textile merchants) સંપૂર્ણ બંધ રાખી વિરોધ પ્રદર્શીત કરશે. સુરતની સૌથી મોટે ટેક્સટાઈલ માર્કેટના તમામ વેપારીઓ બંધમાં જોડાશે. જેને લઈને કરોડો રૂપિયાના નુકસાનની શક્યતા છે. આ તરફ અમદાવાદમાં પણ કાપડ બજાર બંધ રહેશે. વિવિધ વેપારી એસોસિએશને પણ બંધનું એલાન આપ્યું છે. રાજ્યના અન્ય જિલ્લાના કાપડના વેપારીઓએ પણ બંધને સમર્થન આપ્યું છે.

જણાવી દઈએ કે હવે કાપડ પર જીએસટી પાંચ ટકાથી વધારી 12 ટકા કરવા સામે વેપારીઓએ એકજુથ થઈને વિરોધ કરવા રણનીતિ બનાવી છે. તારીખ 30 ડિસેમ્બરના રોજ એટલે કે આજે વેપારીઓ હવે સજ્જડ બંધ રાખીને વિરોધ પણ વ્યક્ત કરવાના છે.

આ પહેલા સુરતમાં વેપારીઓ કાળી પટ્ટી બાંધીને થાળીઓ વગાડીને વિરોધ દર્શાવવાના હતા. પણ સુરત શહેરમાં 144 કલમ લાગુ હોવાથી, અને ચારથી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ હોવાથી હવે વેપારીઓએ રણનીતિ બદલી છે. પહેલી જાન્યુઆરીએ જીએસટીનો (GST Rate) દર વધે તે પહેલાં સરકારના કાન ખોલવા વેપાર ધંધા બંધ રાખીને વિરોધ કરવાનું નક્કી કર્યું છે.

 

આ પણ વાંચો: માસ્કના નિયમોનો ભંગ કરતા નેતાઓને ચેતવણી! હર્ષ સંઘવીએ આપ્યું આ નિવેદન, નિયમોને લઈને કહી આ વાત

આ પણ વાંચો: સેના માટે સુરક્ષા કવચ! આર્મી માટે ગુજરાત યુનિવર્સિટીએ બનાવ્યું જોરદાર હેબીટાટ, જાણો શું શું છે એમાં સુવિધા

Published on: Dec 30, 2021 07:52 AM
g clip-path="url(#clip0_868_265)">