Gujarat Election : હજુ 2022 ચૂંટણી ઉમેદવારોના નામ જાહેર થયા નથી ને આ ધારાસભ્યએ 2027 ચૂંટણીને લઈ આપ્યુ નિવેદન

|

Sep 26, 2022 | 12:07 PM

યુવાનો સંબોધિત કરતી વખતે કેતન ઇનામદારે કહ્યું કે હું 2027ની ચૂંટણી નથી લડવાનો, કેમ કે યુવાનો અને મારા આગેવાનો પણ કેતન ઇનામદારની જેમ હવે સક્ષમ છે.

Vadodara : વડોદરાની સાવલી બેઠકના (Savali Assembly seat)  ધારાસભ્ય કેતન ઇનામદાર (MLA Ketan Inamdar) ફરી એક વખત ચર્ચામાં છે. અને ચર્ચાનું કારણ છે કેતન ઇનામદારે ચૂંટણી (Gujarat Election) અંગે કરેલું નિવેદન.  ગત રોજ ક્ષત્રિય યુવા સંમેલનમાં કેતન ઇનામદારે વર્ષ 2027ની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી.  યુવાનો સંબોધિત કરતી વખતે કેતન ઇનામદારે કહ્યું કે હું 2027ની ચૂંટણી નથી લડવાનો, કેમકે યુવાનો અને મારા આગેવાનો પણ કેતન ઇનામદારની જેમ સક્ષમ છે.

જો કે સાવલી, ડેસર અને વડોદરા (Vadodara) ગ્રામ્ય મારે જ સંભાળવાનું છે, તેમ જણાવ્યુ.  જો કે કેતન ઇનામદારે વર્ષ 2022ની ચૂંટણી લડવાનો અને જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો. કેતન ઇનામદારે TV9 સાથેની વાતચીતમાં જણાવ્યું કે હું 2022ની ચૂંટણી લડીશ અને જીતીશ.

વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈ ભાજપ (BJP) એક્શન મોડમાં આવ્યું છે. જેમાં રાજ્યના યુવા મતદારોને પક્ષ સાથે જોડવા માટે ગુજરાત ભાજપ યુવા મોરચા (Bjp Yuva Morcho) દ્વારા રન ફોર ડેવલપમેન્ટ શરૂ કર્યું. જેમાં સેવા પખવાડિયા અંતર્ગત પીએમ મોદી ગુજરાતના CM હતા ત્યારેથી લઈ અત્યાર સુધી વિકાસના કામો કર્યા છે. તેમજ ગુજરાત નહિ દેશ અને દુનિયાના લોકો વિકાસ પુરુષ તારીખે ઓળખે છે. જેના પગલે યુવા મોરચા દ્વારા મેરોથોન દોડનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં જે જગ્યાએ દોડનું આયોજન કરવામાં આવશે ત્યાં એક વિકાસની જગ્યાએથી બીજા વિકાસના સ્થળ સુધી દોડનું આયોજન કરવામા આવ્યુ. આ દોડમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ 18 થી 25 વર્ષ સુધીના જોડાયા હતા.

Next Video