Bhavnagar : ટુંક સમયમાં જ લીંબુના જથ્થાબંધ ભાવ ઘટવાનો વેપારીઓનો મત

| Edited By: | Updated on: Apr 13, 2022 | 8:26 PM

ગત વર્ષે તાઉ-તે વાવાઝોડાએ મોટા પ્રમાણમાં લીંબુના( Lemon) પાકને નષ્ટ કર્યો હતો. જેને પરિણામે સરેરાશ ઉત્પાદનમાં જ ઘટાડો નોંધાયો છે. રાજ્યભરમાં લીંબુનું 625 ટન ઉત્પાદન થાય છે. જેમાં 40 ટકાનો કાપ આવી ગયો છે. પુરવઠાના સાપેક્ષમાં ઉનાળાની સીઝનમાં લીંબુની માગ વધી છે. પરંતુ હવે રાજ્યબહારથી લીંબુની આવક શરૂ થઈ છે.

ગુજરાતમાં(Gujarat)  હાલમાં રોકેટ ગતીએ વધી રહેલા લીંબુના(Lemon)  ભાવ લોકોના દાંત ખાટા કરી રહ્યા છે. જેમાં 40 રૂપિયા પ્રતિ કિલોએ વેચાતા લીંબુ આજે 400 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. પરંતુ રાહતની વાત એ છે કે ટુંક સમયમાં જ લીંબુના ભાવ નીચે આવશે એવું ભાવનગરના(Bhavnagar)  હોલસેલ વેપારીઓ જણાવી રહ્યા છે. લીંબુના ભાવ વધારા પાછળના કારણ જોઈએ તો ગત વર્ષે તાઉ-તે વાવાઝોડાએ મોટા પ્રમાણમાં લીંબુના પાકને નષ્ટ કર્યો હતો. જેને પરિણામે સરેરાશ ઉત્પાદનમાં જ ઘટાડો નોંધાયો છે. રાજ્યભરમાં લીંબુનું 625 ટન ઉત્પાદન થાય છે. જેમાં 40 ટકાનો કાપ આવી ગયો છે. પુરવઠાના સાપેક્ષમાં ઉનાળાની સીઝનમાં લીંબુની માગ વધી છે. પરંતુ હવે રાજ્યબહારથી લીંબુની આવક શરૂ થઈ છે. ત્યારે આવનાર ટુંકા સમયમાં લીંબુના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળશે.

છેલ્લા ઘણા દિવસોથી ઈંધણના ભાવમાં થયેલા વધારાની અસર શાકભાજી ના ભાવ પર પણ પડી રહી છે. જેના કારણે વાહનવ્યવહારનો ખર્ચ વધી ગયો છે. વધતા ભાવની સૌથી વધુ અસર મરચાં અને લીંબુ પર પડી છે. રાજ્યમાં એક લીંબુનો ભાવ 18 રૂપિયાથી વધીને 20 રૂપિયા થઈ ગયો છે. જથ્થાબંધ બજારમાં તે 300 રૂપિયા પ્રતિ કિલો છે. તે જ સમયે, મહારાષ્ટ્રના મુખ્ય બજારમાં લીંબુ 150 થી 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં લીંબુની કિંમત 300 થી 350 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે છે એટલે કે ગ્રાહકોને લીંબુ મેળવવા માટે 10 થી 12 રૂપિયા ચૂકવવા પડે છે.

છેલ્લા કેટલાક દિવસોથી માલ પરિવહનના ભાવ આકાશને આંબી રહ્યા છે. કેટલાક રાજ્યોમાં, કમોસમી વરસાદ અને હવામાન પરિવર્તન(Climate change)ને કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જેના કારણે શાકભાજીના ખરીદ ભાવમાં પણ વધારો થયો છે. ભાવ વધવાને કારણે શાકભાજીનું પૂરતા પ્રમાણમાં વેચાણ થતું નથી. માર્ચ મહિનાથી પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં થયેલો વધારો તેની પાછળનું કારણ કહેવાય છે.

 

આ પણ વાંચો :  Rajkot : IPLસટ્ટામાં ઝડપાયેલા સહકારી આગેવાન મહેશ આસોદરિયાની લોધિકા સંઘમાંથી હકાલપટ્ટી

આ પણ વાંચો : Ahmedabad : 11 વર્ષના 2 જૈન દીક્ષાર્થી મુમુક્ષુઓએ ફાયર સર્વિસનું ગૌરવ વધાર્યું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો