Rajkot : IPLસટ્ટામાં ઝડપાયેલા સહકારી આગેવાન મહેશ આસોદરિયાની લોધિકા સંઘમાંથી હકાલપટ્ટી

રાજકોટ(Rajkot) ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે કહ્યું કે મહેશ આસોદરિયાનું નામ તપાસમાં ખૂલ્યું છે જેની શોધખોળ ચાલી રહી છે. જ્યારે સટ્ટાખોરી કરતા બુકીઓ વિદેશમાં હોવાની પણ વાત સામે આવી છે.જો નક્કર કડી મળશે તો તેની સામે લુકઆઉટ નોટિસ ઇસ્યૂ કરાશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 7:42 PM

રાજકોટમાં(Rajkot) આઇપીએલ(IPL betting)ક્રિકેટ સટ્ટામાં બુકી તરીકે સહકારી આગેવાન મહેશ આસોદરિયાનું(Mahesh Asodaria) નામ સામે આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં લોધિકા સંઘમાંથી બેંકના પ્રતિનિધી મહેશ આસોદરિયાને હટાવવામાં આવ્યા છે. સટ્ટામાં પકડાયેલ મહેશ આસોદરીયાની હકાલપટ્ટી કરાઈ છે. તેમજ બેંકના ચેરમેન જયેશ રાદડિયા દ્વારા હકાલપટ્ટી કરવામાં આવી છે. આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં અપાયેલા કોન્ટ્રાક્ટની તપાસ પણ કરવામાં આવશે. જેમાં ભાજપની છબી ખરડાતા પ્રદેશ કક્ષાથી રાજીનામું લેવા આદેશ કરવામાં આવ્યો છે.ક્રિકેટ સટ્ટામાં મહેશ આસોદરીયાનું નામ સામે આવતા જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયાએ હટાવવા કે રાજીનામું લેવું તે અંગે પ્રદેશ કક્ષાએ માર્ગદર્શન માગ્યું હતું.જે અંગે આખરે મહેશ આસોદરિયાનું રાજીનામું લેવા આદેશ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, તો બીજી તરફ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે કહ્યું કે મહેશ આસોદરિયાનું નામ તપાસમાં ખૂલ્યું છે જેની શોધખોળ ચાલી રહી છે. જ્યારે સટ્ટાખોરી કરતા બુકીઓ વિદેશમાં હોવાની પણ વાત સામે આવી છે.જો નક્કર કડી મળશે તો તેની સામે લુકઆઉટ નોટિસ ઇસ્યૂ કરાશે.રાજકોટ ક્રિકેટ સટ્ટામાં ભાજપ નેતા મહેશ આસોદરિયા બાદ હવે પ્રતિક ટોપિયા ઝડપાયો છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચ બીજા આરોપી પ્રતિક ટોપિયાને ઝડપી લીધો છે. આ પ્રતિક ટોપિયા પાસે બેડી માર્કેટયાર્ડમાં એન્ટ્રી ફી વસુલવાનો કોન્ટ્રાકટ છે. રાજકોટ જિલ્લા બેંકના પ્રતિનિધિ મહેશ આસોદરિયાએ જ પ્રતિક ટોપિયાને કોન્ટ્રાક્ટ આપ્યો હોવાની પણ ચર્ચા છે. મહેશ આસોદરિયાને પૂર્વ પ્રધાન જયેશ રાદડિયાના નજીકના માનવામાં આવે છે.

આ પણ વાંચો :  Ahmedabad : કોરોના બાદ સરકારી યોજનાઓનો લાભ લેનારની સંખ્યામાં વધારો થયો

આ પણ વાંચો :  Ahmedabad: ફરી શાળાઓમાં કોરોનાની એન્ટ્રી, સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કૂલમાં કોરોનાનો કેસ નોંધાયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">