What Gujarat Thinks Todayના કાર્યક્રમમાં સી આર પાટીલે કહ્યું- ગુજરાત આજે પણ શ્રેષ્ઠ છે અને ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ રહેશે
દારુબંધી પર પણ સીઆર પાટીલે કહ્યું તે સરકાર આવા દૂષણ રોકવા સફળ પ્રયાસો કર્યા છે, અનેક લોકોને કાયદાનું ભાન કરાવ્યું છે ભલે ને તે પછી મોટા-મોટા માથા કેમ ના હોય, કોઈ પણ જાતની લાગવગ વગર કાયદાનું પાલન કર્યું છે.
અમદાવાદમાં આયોજિત TV9 ગુજરાતી What Gujarat Thinks Todayના કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે આ કાર્યક્રમમાં ગુજરાતની સફળતા અંગે તેમજ ગુજરાતમાં કાયદાના પાલનને લઈને ઘણી વાત કરી છે. તેમણે કહ્યું ગુજરાત એક વિચાર કરતુ સંસ્કારી અને સાહસિક રાજ્ય છે, આ સાથે તેમણે કહ્યું તે પ્રગતિ થાય ત્યારે ક્યારેકને ક્યારેક દૂષણો આવતા જ રહે છે.
કાર્યક્રમમાં એન્કર સાથેની ચર્ચામાં સીઆર પાટીલે જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીએ વિકાસનું મોડલ દેશ અને દુનિયાને બતાવ્યુ છે. સર્વાંગી વિકાસ શું હોઈ શકે છે તે પણ પીએમ મોદીએ જણાવ્યું. કોઈ એક સેક્ટરમાં નહીં પણ આખા દેશના મોડલને દુનિયાની સામે મુક્યુ અને લોકોએ તેનો સ્વીકાર પણ કર્યો. ત્યારે ચોક્કસ જાગૃત પણ રહેવું પડે કે વિકાસની સાથે કેટલાક એલીમેન્ટ એવા આવે, જે અવરોધો બને છે. આથી આવા દૂષણોને દૂર કરી સફળ ગુજરાત બને તેના પ્રયાસો કરતા રહીશું.