What Gujarat Thinks Today: વિકસીત ભારતનું સૌથી પહેલું વિકસીત રાજ્ય ગુજરાત હશે-CM ભૂપેન્દ્ર પટેલ

| Updated on: Mar 15, 2025 | 1:21 PM

કાર્યક્રમમાં ગુજરાત CM એ જણાવ્યું તે ગુજરાતમાં ઘણો મોટો બદલાવ આવ્યો પહેલા પાણી, રોડ-રસ્તા કેવા હતા તે સૌ કોઈ જાણે છે પણ હવે ડેવલોપમેન્ટ થયું છે. સીએમએ જણાવ્યું કે આપડી પાસે એવું નેત્રુત્વ છે કે સતત દેશના વિકાસને લઈને કઈકને કઈક કરતા રહે છે.

TV9 ગુજરાતી નંબર 1 ન્યૂઝ નેટવર્ક, What Gujarat Thinks Today લઈને આવ્યું છે ત્યારે આ કાર્યક્રમમાં ગુજરાતના વિકાસને રાષ્ટ્ર તરફ આગળ વધારવાની આ એક પહેલ છે. જેના કાર્યક્રમમાં ગુજરાત CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. CM એ આ ક્રાર્યક્રમમાં TV9ની આ પહેલની સરાહના કરી હતી.

 ગુજરાતના વિકાસનો પાયો નરેન્દ્ર મોદીએ નાખ્યો-CM ભૂપેન્દ્ર પટેલ

કાર્યક્રમમાં ગુજરાત CM એ જણાવ્યું તે ગુજરાતમાં ઘણો મોટો બદલાવ આવ્યો પહેલા પાણી, રોડ-રસ્તા કેવા હતા તે સૌ કોઈ જાણે છે પણ હવે ડેવલોપમેન્ટ થયું છે. સીએમએ જણાવ્યું કે આપડી પાસે એવું નેત્રુત્વ છે કે સતત દેશના વિકાસને લઈને કઈકને કઈક કરતા રહે છે. તેણે કહ્યું કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણને જણાવ્યું કે કેવી રીતે દેશનો વિકાસ કરી શકાય. ગુજરાતના વિકાસનો પાયો નરેન્દ્ર મોદીએ નાખ્યો હોવા અંગે પણ ગુજરાત સીએમ એ જણાવ્યું હતુ.

આ સાથે ડોક્ટરનોની અછત પર પણ સીએમ એ વાત કરી કે પહેલા 1500 સીટો ડોક્ટરનોની હતી હવે દર વર્ષે આપણને 7000 ડોક્ટરો દર વર્ષે મળે છે. આ સિવાય ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે 24 કલાક લાઈટની વ્યવસ્થા પણ કરી. ભારતને જ્યારે વીકસિત જોશો ત્યારે ખબર પડશે કે સૌથી પહેલુ રાજ્ય જે વિકસીત થશે તે ગુજરાત હશે.

લોકોનું હિત વિચારી ડેવલોપમેન્ટ કર્યું

સૌથી પહેલો ગુજરાતના વીકાસન રોડમેપ ખુદ ગુજરાતે તૈયાર કર્યો છે. નરેન્દ્ર મોદીએ જે જે કીધુ તે કરીને બતાયું છે. આજનો આપડો વિચાર એ છે આજે ગુજરાત માટે વીચારીએ અને જેનાથી ભારતનો વિકાસ થાય. વડાપ્રધાન વિચારી રહ્યા છે કે દરેક ક્ષેત્રને ન્યાય મળે, લોકોનું હિત પહેલુ વિચારી ડેવલોપમેન્ટ કર્યું છે. ગુજરાતને વિકસીત બનાવવામાં બે મુદા ભાગ ભજવી રહ્યા છે જે અર્નીગ વેલ, લિવિંગ વેલ. વિકસીત ગુજરાત સાથે આજે ગુજરાત તૈયાર છે, ત્યારે જનતાએ પણ સાથ આપવાનો છે.

Published on: Mar 15, 2025 11:23 AM