Weather Updates: વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં હાલ વરસાદની શક્યતા નહિવત

| Edited By: | Updated on: Aug 26, 2023 | 7:15 PM

Rain Updates: રાજ્યમાં હાલ વરસાદની શક્યતા નહિવત છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં હાલ સારો વરસાદ નહીં પડે માત્ર હળવા ઝાપટા પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ રહેશે

Rain Updates: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં હાલ સારો વરસાદ નહીં પડે. રાજ્યમાં હાલ અલનિનોની અસર હોવાને કારણે માત્ર હળવા ઝાપટા જ પડશે. આ તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવતીકાલથી 31 ઓગષ્ટ સુધી હળવો વરસાદ રહેશે. બીજી તરફ રાજ્યમાં ઉનાળા જેવી ગરમીની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ સપ્ટેમ્બરમાં ઉનાળા જેવો અનુભવ થાય તેવી ગરમી પડશે. 13 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર વચ્ચે ભારે ગરમી પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ હાથતાળી આપી રહ્યો છે. હાલ વરસાદી સિસ્ટમ કોઈ સક્રિય ન હોવાથી રાજ્યવાસીઓએ વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. વરસાદ તો નહીં પડે પરંતુ આગામી દિવસો 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે. જેના કારણે રાજ્યવાસીઓને ગરમી સહન કરવી પડી શકે છે.

આ પણ વાંચો : Ahmedabad : દધિચી બ્રિજ પરના પિલરની વચ્ચે જોવા મળ્યા જોખમી દ્રશ્યો, બે વ્યક્તિ જોખમી રીતે કરી રહ્યા હતા માછીમારી, જૂઓ Video

 

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 26, 2023 07:14 PM