Tej Cyclone : હવામાન વિભાગે ‘તેજ વાવાઝોડા’ ને લઈ કહી સૌથી મોટી વાત, ગુજરાત માટે મુસીબત કે રાહત ? જુઓ Video
તેજ વાઝાડોને લઈને હવામાન વિભાગે મોટી અપડેટ આપી છે. જેમાં આ વાવાઝોડુ કઈ દિશા તરફ જઈ રહ્યું છે. હાલમાં શું સ્થિતિ છે તે તમામ બાબતોને લઈ માહિત આપી છે. જોકે આ વચ્ચે ગુજરાત માટે તેજ વાવાઝોડાને લઈ મહત્વની વાત કહી છે. ખાસ કરીને આ વાવાઝોડું યમન તરફ આગળ જઇ રહ્યુ હોવાની વાત કરી હતી. સાથે રાજયમાં આગામી પાંચ થી છ દિવસ કોઇ વરસાદ નહીં પડે તેવી વાત કરવામાં આવી હતી.
તેજ વાઝાડોને (Tej Cyclone Update) હવામાન વિભાગે મોટી અપડેટ આપી છે. વાવાઝોડાને લઈ સૌથી મોટું અપડેટ સામે આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે ગુજરાત દરિયા કિનાર તેજ વાવાઝોડું નહીં આવે. તેજ વાવાઝોડાથી ગુજરાત પર કોઇ અસર નહી પડે તેવું હવામાના વિભાગે જણાવ્યુ. ખાસ કરીને વાતાવરણમાં પણ કોઇ ફેરફાર નહિ થાય.
આ પણ વાંચો : Gandhinagar : ગુજરાતભરમાં મોબાઇલ વિક્રેતાના ત્યાં GST વિભાગના દરોડા, બિલ વગરના મોબાઇલ મળી આવ્યા, જુઓ Video
બીજી તરફ સાવચેતીના ભાગ રૂપે માછીમારોને દરિયો ઉડા સુધી ન ખેડવા સુચના અપાઇ છે. હાલ યમન તરફ તેજ વાવાઝોડું આગળ જઇ રહ્યુ છે. 24 ઓક્ટોબરના રોજ યમનમાં સવારે આ વાવાઝોડુ ટકરાશે. મળતી માહિતી મુજબ રાજ્યમાં આગામી પાંચ થી છ દિવસ કોઇ વરસાદની શક્યતા નથી. વાતાવરણમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર નહીં જોવા મળે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યુ છે.
Published on: Oct 23, 2023 11:40 PM