Gandhinagar : ગુજરાતભરમાં મોબાઇલ વિક્રેતાના ત્યાં GST વિભાગના દરોડા, બિલ વગરના મોબાઇલ મળી આવ્યા, જુઓ Video
ગુજરાતભરમાં મોબાઈલ ફોન વિક્રેતાઓ પર સ્ટેટ GST વિભાગે દરોડા (GST Raid) પાડ્યા. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભુજના 79 મોબાઈલ વિક્રેતા પર દરોડા પાડવામાં આવ્યા. જે દરમિયાન 22 કરોડની ખોટી વેરાશાખ ભોગવી કરચોરી કર્યાનું કૌભાંડ સામે આવ્યું છે. તો તપાસ દરમિયાન 500થી વધુ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા. વેપારીઓ દ્વારા કંપનીના મોબાઈલ ફોનની ખરીદી ટેક્સ ઈનવોઈસથી કરાતી હતી.
Gandhinagar : ગુજરાતભરમાં મોબાઈલ ફોન વિક્રેતાઓ પર સ્ટેટ GST વિભાગે દરોડા (GST Raid) પાડ્યા. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભુજના 79 મોબાઈલ વિક્રેતા પર દરોડા પાડવામાં આવ્યા. જે દરમિયાન 22 કરોડની ખોટી વેરાશાખ ભોગવી કરચોરી કર્યાનું કૌભાંડ સામે આવ્યું છે. તો તપાસ દરમિયાન 500થી વધુ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા.
વેપારીઓ દ્વારા કંપનીના મોબાઈલ ફોનની ખરીદી ટેક્સ ઈનવોઈસથી કરાતી હતી. જે બાદ રોકડેથી બિલ વગર વેચાણ કરી ફોનની વેરાશાખનો ઉપયોગ ગ્રે-માર્કેટમાંથી ખરીદેલા ફોનના વેચાણના ભરવાપાત્ર વેરા માટે કરાતો હતો. આમ વેપારીઓ દ્વારા આયોજનબદ્ધ કર ચોરી આચરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. GST વિભાગ દ્વારા 3 કરોડની વસુલાત સાથે 500 મોબાઈલ જપ્ત કરાયા છે.
ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
