આજનું હવામાન : ગુજરાતના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો, રાજ્યનું સૌથી નીચું તાપમાન નલિયામાં 10.4 ડિગ્રી નોંધાયું, જુઓ Video
રાજ્યભરમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો વધ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જેના કારણે વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ વધી ગયો છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ રાજ્યનું સૌથી નીચું તાપમાન નલિયામાં 10.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં 14.8 ડિગ્રી, ગાંધીનગર અને ડીસામાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વલ્લભ વિદ્યાનગરમાં 14.8 ડિગ્રી, વડોદરામાં 14.4 ડિગ્રી અને ભુજમાં 14.0 ડિગ્રી તાપમાન રહ્યું છે. ભાવનગરમાં 16.6 ડિગ્રી જ્યારે રાજકોટમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહુવામાં 14.6 ડિગ્રી અને કેશોદમાં 14.9 ડિગ્રી તાપમાન નોંધાતા ઠંડીનો પ્રભાવ યથાવત રહ્યો છે.
નવા વર્ષની શરૂઆતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. હાલમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાયા હોવાથી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. તાપમાનમાં થયેલા ઘટાડાને કારણે લોકો ગરમ કપડાંનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ઠંડી યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.