આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ, ઉત્તર-પૂર્વના તેજ પવનોએ વધારી ઠંડી, જુઓ Video

| Edited By: | Updated on: Jan 08, 2026 | 9:40 AM

ગુજરાતમાં આખરે શિયાળાએ જમાવટ કરવા લાગી છે. આ સિઝનમાં આખરે મોડે-મોડે ઠંડીએ જોર પકડ્યું છે. અને રાજ્યના વિવિધ જિલ્લામાં ઠંડી જાણે જમાવટ કરી રહી છે. પહાડી પ્રદેશોમાં હિમવર્ષા અને આ બર્ફિલા પવનોની અસર હવે ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે.

ગુજરાતમાં આખરે શિયાળાએ જમાવટ કરવા લાગી છે. આ સિઝનમાં આખરે મોડે-મોડે ઠંડીએ જોર પકડ્યું છે. અને રાજ્યના વિવિધ જિલ્લામાં ઠંડી જાણે જમાવટ કરી રહી છે. પહાડી પ્રદેશોમાં હિમવર્ષા અને આ બર્ફિલા પવનોની અસર હવે ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે. અમરેલી, નલિયામાં તાપમાનનો પારો 9 ડિગ્રીએ પહોંચી ગયો છે. તો આ તરફ રાજકોટ અને ભુજમાં પણ 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ગુજરાતમાં ઠંડીનો પારો વધુ નીચે ઉતર્યો છે. હવામાન વિભાગના તાજા આંકડા મુજબ રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જેના કારણે ત્યાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ભુજમાં 10.2 ડિગ્રી અને રાજકોટમાં 10.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં લઘુત્તમ તાપમાન 11.6 ડિગ્રી, જ્યારે ડીસામાં 11.4 ડિગ્રી રહ્યું છે. ગાંધીનગરમાં 13.4 ડિગ્રી, અમદાવાદમાં 14.4 ડિગ્રી, ભાવનગર અને દ્વારકામાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

વડોદરામાં લઘુત્તમ તાપમાન 15.0 ડિગ્રી, સુરતમાં 15.8 ડિગ્રી અને દમણમાં 15.6 ડિગ્રી રહ્યું છે. વેરાવળમાં 16.7 ડિગ્રી અને ઓખામાં 17.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં સવાર અને રાતે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો