આજનું હવામાન : ઘરની બહાર જતા પહેલા 2 વાર વિચારજો, આકાશમાંથી વરસશે અગન ગોળા, જુઓ Video

| Updated on: Mar 13, 2025 | 8:00 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીથી શેકાવવાનો વારો આવશે. ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાયા તેવી આગાહી કરવામાં આવી છે. આજે કચ્છ, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીથી શેકાવવાનો વારો આવશે. ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાયા તેવી આગાહી કરવામાં આવી છે. આજે કચ્છ, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા,ગાંધીનગર, અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, મોરબી સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ વડોદરામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલથી કેટલાક જિલ્લાઓમાં ગરમીમાં આંશિક ઘટાડો થઈ શકે છે.

રાજ્યમાં કેટલું રહેશે તાપમાન

ગુજરાતમાં આજે ભરૂચ, બોટાદ, નર્મદા, તાપી સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ, નવસારી, મોરબી, ખેડા, છોટાઉદેપુર, આણંદ, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અમરેલી, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. બીજી તરફ અરવલ્લી, ડાંગ, ગાંધીનગર, કચ્છ, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, સુરત સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

Published on: Mar 13, 2025 07:59 AM