આજનું હવામાન : ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જુઓ Video

|

May 15, 2024 | 10:37 AM

હવામાન શાસ્ત્રીની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આજથી 16 મે સુધી કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીથી રાહત રહેશે અને વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. તેમજ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીને લઈને હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે. હવામાન શાસ્ત્રીની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજથી 16 મે સુધી કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાઈ શકે છે. તોફાની વરસાદથી નાગરિકોને સાવધઆની રાખવાની સલાહ આપવામાં આવી છે. બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 2 દિવસ ભારેની આગાહી કરી છે.

રાજ્યમાં કેટલુ રહેશે મહત્તમ તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. વડોદરામાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. રાજકોટમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ ભાવનગરમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. વલસાડમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. પાલનપુરમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. પોરબંદર સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video