Weather Breaking News : અડધા ઇંચ વરસાદમાં ભૂજ બેટમાં ફેરવાયું! સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા, જુઓ Video
કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં અડધા ઇંચ જેટલા વરસાદે જ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. સામાન્ય વરસાદ બાદ જ ભુજ સ્ટેશન વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે.
કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં અડધા ઇંચ જેટલા વરસાદે જ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. સામાન્ય વરસાદ બાદ જ ભુજ સ્ટેશન વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે.
કચ્છમાં અડધા ઇંચ વરસાદમાં ભુજ સ્ટેશન વિસ્તાર પાણી પાણી થયું છે. ભુજ સ્ટેશન નાના બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. દર વર્ષે જેમ આ વર્ષે પણ ભુજ નગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી નિષ્ફળ ગઈ છે. ભુજ સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. ભારે પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર બસ સ્ટેશનના ભારે પાણીમાં પસાર થયા. દર વર્ષે અનેકો રજુઆતો છતાં સમસ્યા કાયમી નિકાલ ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.
પાણીના નિકાલની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવતો નથી
સ્થાનિક લોકોનું કહેવું છે કે દર વર્ષે વરસાદી સિઝનની શરૂઆતમાં આ જ સ્થિતિ સર્જાય છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં પાણીના નિકાલની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. પરિણામે સામાન્ય વરસાદમાં પણ મુખ્ય માર્ગો જળબંબાકાર બની જાય છે.