PM Modi Visit Gujarat : ગ્રામીણ વિસ્તારમાં કોરોનાને કાબૂમાં રાખવા બદલ પીએમ મોદી ગ્રામવાસીઓને અભિનંદન પાઠવ્યા
પીએમ મોદીએ કહ્યું કે ગ્રામીણ વિસ્તારમાં ઉભી કરવામાં આવેલી વ્યવસ્થા સારી હતી. તેથી હું આજે તમામ ગ્રામ વાસીઓને લાખ લાખ અભિનંદન પાઠવું છે. તેમજ આ સમયગાળા દરમ્યાન દેશના ખેડૂતોએ બીજું એક મહત્વનું કાર્ય પણ કર્યું છે. જેમાં તેમણે કોરોના સમયગાળા દરમ્યાન દેશમાં અનાજના ભંડાર ભર્યા રાખ્યા છે.
ગુજરાતમાં (Gujarat) બે દિવસના પ્રવાસે આવેલા પીએમ મોદીએ(PM Modi) આજે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ગુજરાત પંચાયત મહાસંમેલનમાં (Gujarat panchayat MahaSanmelan) સરપંચો અને કાર્યકરોને સંબોધિત કર્યા હતા. તેમણે સંબોધનની શરૂઆતમાં તમામ ગ્રામવાસીઓનો ગ્રામીણ વિસ્તારમાં કોરોનાને કાબૂમાં રાખવા અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાત અને દેશના ગામડા અને ગ્રામવાસીઓને બે વર્ષ સુધી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાને ગામમાં ઝડપથી પ્રવેશતા રોક્યો હતો. જેના માટે ગ્રામીણ વિસ્તારમાં ઉભી કરવામાં આવેલી વ્યવસ્થા સારી હતી. તેથી હું આજે તમામ ગ્રામ વાસીઓને લાખ લાખ અભિનંદન પાઠવું છે. તેમજ આ સમયગાળા દરમ્યાન દેશના ખેડૂતોએ બીજું એક મહત્વનું કાર્ય પણ કર્યું છે. જેમાં તેમણે કોરોના સમયગાળા દરમ્યાન દેશમાં અનાજના ભંડાર ભર્યા રાખ્યા છે.આ ખેડૂતોને પણ આદરપૂર્વક વંદન કરવા માંગુ છું.
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં ઘણી સરપંચ બહેનો છે. તેમજ દેશમાં ખબર નહિ હોય કે ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં બહેનોનું પ્રતિનિધિત્વ પુરુષો કરતાં વધારે છે. નાનપણ મને આચાર્ય વિનોબા ભાવેના પ્રવચનો વાંચવાનો અવસર મળ્યો હતો. તેમજ મે સર્વોદયની પ્રવુતિ સાથે જોડાયેલા દ્વારકાદાસ જોશીના મુખેથી અનેક વાતો સાંભળવા મળી હતી. તેમણે કહ્યું લોકસભા અને વિધાનસભાની ચુંટણી થાય તો વાંધો નહિ પરંતુ ગ્રામ પંચાયતની ચુંટણીમાં દીકરી ઘરે આવે કારણ કે સામાવાળા ચુંટણીમાં હાર્યા હોય અને વેરઝેર વર્ષો સુધી ચાલે પણ વિનોબા ભાવે કહેતા હતા કે ગ્રામ પંચાયતના સર્વાનુમતે સભ્યોની પસંદગી કરવી જોઇએ.
આ પણ વાંચો : કોંગ્રેસનું મિશન 2022-રાજકોટમાં ડિજીટલ સભ્ય નોંધણી ઝુંબેશ શરૂ કરાવતા પરેશ ધાનાણી
આ પણ વાંચો : Gandhinagar: કમલમમાં PM MODIની ધારાસભ્યો, સાંસદો અને પક્ષના હોદ્દેદારો સાથે બેઠક પૂર્ણ, સાંજે સોમનાથ ટ્રસ્ટની બેઠક