Breaking News : આનંદો ! ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદથી ગીરા ધોધ સક્રિય થયો, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ડાંગમાં કમોસમી વરસાદ આદિવાસી સમાજ માટે વરદાનરૂપ સાબિત થયો છે. છેલ્લા 11 દિવસથી સતત પડી રહેલા કમોસમી વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે.

ઉનાળામાં માવઠાને કારણે અંબિકા નદીમાં પાણીની આવક થતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી છે. ગીરા ધોધ પાસે આદિવાસી સમાજે પરંપરાગત રીતે પૂજા કરી કુદરતનો આભાર વ્યક્ત કર્યો છે. અંબિકા નદીને સાડી પણ અર્પણ કરવામાં આવી છે. મહત્વનું છે કે અંબિકા નદી ઉપરના નાના ઝરણાં સહિત ગીરા ધોધ સક્રિય થયો છે. ઉનાળામાં ગીરાધોધ સક્રિય બન્યો હોય તેવું પહેલીવાર બન્યું છે.
ગુજરાતમાં વાવાઝોડાની શક્યતા
હવામાન વિભાગની આગાહી અનુસાર અરબી એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઇ શકે છે, જેને લઇને આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદ સાથે વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે તો ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે પરંતુ જો અન્ય જગ્યા ફંટાઇ જાય તો પણ 22 મેની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે.