શામળાજીના મેશ્વો જળાશયમાંથી નદીમાં પાણી છોડાયું, માંગને લઈ કરાયો નિર્ણય

|

Jun 12, 2024 | 1:29 PM

શામળાજીના મેશ્વો જળાશયમાંથી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. મેશ્વો નદીમાં પાણી છોડવાને લઈ શામળાજીથી નિચાણ વાળા વિસ્તારોમાં નદી કાંઠાના ગામોના પશુપાલકો અને ખેડૂતોને મોટી રાહત સર્જાશે. પશુ ઘાસચારા અને પશુઓને પીવાના પાણીને લઈ રાહત સર્જાશે.

અરવલ્લી જિલ્લામાં ચોમાસાની શરુઆતે જ પાણી અને ઘાસચારાને લઈ પશુપાલકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈ સ્થાનિકોમાં મેશ્વો નદીમાં પાણી છોડવા માટે માંગ વર્તાઈ રહી હતી. વાંદીયોલ સરપંચ સહિતનાઓએ આ અંગે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી અને પત્ર લખી પાણી છોડવા માટે માંગ કરી હતી.

જેને લઈ શામળાજીના મેશ્વો જળાશયમાંથી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતુ. મેશ્વો નદીમાં પાણી છોડવાને લઈ શામળાજીથી નિચાણ વાળા વિસ્તારોમાં નદી કાંઠાના ગામોના પશુપાલકો અને ખેડૂતોને મોટી રાહત સર્જાશે. પશુ ઘાસચારા અને પશુઓને પીવાના પાણીને લઈ રાહત સર્જાશે. ભિલોડા અને મોડાસાના ત્રીસેક કરતા વધુ ગામોને રાહત સર્જાશે.

 

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:26 pm, Wed, 12 June 24

Next Video