વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, કાર ચાલકે વાલ્વ તોડી નાખતા સર્જાઈ મોટી સમસ્યા- Video
આજવા નિમેટા વચ્ચે ચંપાલીયપુરા પાસે ફીડરનો વાલ્વ તૂટતા હવે પીવાનું પાણી નહી મળી શકે . મળતી માહિતી મુજબ કારચાલકે વાલ્વ તોડી નાંખતા વડોદરાના લોકોને પીવાનું પાણી નહિ મળી શકે. ત્યારે હવે પુરવઠા વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરી છે.
વડોદરાના પૂર્વ વિસ્તારના 4 લાખ લોકોને પીવાના પાણી સમસ્યા વેઠવાનો વારો આવ્યો છે. આજવા નિમેટા વચ્ચે ચંપાલીયપુરા પાસે ફીડરનો વાલ્વ તૂટતા હવે પીવાનું પાણી નહી મળી શકે . મળતી માહિતી મુજબ કારચાલકે વાલ્વ તોડી નાંખતા વડોદરાના લોકોને પીવાનું પાણી નહિ મળી શકે. ત્યારે હવે પુરવઠા વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરી છે. જ્યાં સુધી સમારકામ પુરુ નહીં થાય ત્યાં સુધી લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે.
ફીડરનો વાલ્વ તુટી જતા હવે પાણીગેટ, આજવા, ગાજરાવાડી, નાલંદા, કપુરાઇ, સયાજીપુરા, બાપોદ, લાલબાગ, સોમાતળાવ તેમજ દંતેશ્વર વિસ્તારના લોકો ને પીવા નું પાણી નહિ મળે.
પૂર્વ વિસ્તારના 4 લાખ લોકોને પાણી ની સમસ્યા નો સામનો કરવો પડશે. મળતી માહિતી મુજબ આજવા નિમેટા વચ્ચે ચંપાલીયાપુરા પાસે એક કાર ચાલકે મુખ્ય ફીડર લાઇન નો વાલ્વ તોડી નાખ્યો હતો. ત્યારે વાલ્વ તૂટી જતા હવે પાવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. 7ટાંકી અને 5બુસ્ટરના કમાન્ડ વિસ્તારના 4લાખ લોકોને તેની અસર થશે.પાણી પુરવઠા વિભાગે યુધ્ધ ના ધોરણે રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.
(ઈનપુટ-પ્રશાંત ગજ્જર)