નર્મદા જિલ્લામાં પાણીની સમસ્યા : આપ અનુસાર લોકો પાણી માટે વલખા મારે છે તો સાંસદે કહ્યું કોઈ સમસ્યા નથી!

|

Mar 25, 2024 | 11:42 AM

નર્મદા : ડેડીયાપાડા તાલુકાના માથાસર ગામમાં પાણીની સમસ્યાનો વિડીયો વાયરલ થયા બાદ આમ આદમી પાર્ટી સાશક પક્ષ પર પ્રહાર કરવાનું ચુકી નથી તો સામે આ વિડીયો સાથે આપ નેતા યુવરાજસિંહ દ્વારા કરાયેલી પોસ્ટને સાંસદ મનસુખ વસાવાએ બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું છે. 

ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા એ પોતાના મતવિસ્તારમાં આવતા માથાસર ગામનો સોસિયલ મીડિયા માં વિડિઓ જોતા ગામની મુલાકાતે દોડી ગયા  હતા. આ વાયરલ વિડિઓમાં માથાસર ડુંગર વિસ્તારના ગામમાં પાણીની સમસ્યા દર્શાવતો હતો.

સાંસદ અનુસાર  ગામમાં 200 ઘરો છે જ્યાં 50 થી વધુ બોર મોટર અને હેન્ડપંમ્પ બનાવવામાં આવ્યા છે.અહીંના લોકો ખેતી માં મકાઈ નો સારો પાક પણ મેળવે છે.સાંસદે જાતે હેન્ડપંમ્પ નું પાણી પણ પીધું હતું.

Input Credit : Vishal Pathak, Narmada

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Next Video