વલસાડના ખરેરા નદી પરના કોઝવે ઉપર ફરી વળ્યા પાણી, 15 ગામનો સંપર્ક તૂટયો, જુઓ Video

વલસાડના ખરેરા નદી પરના કોઝવે ઉપર ફરી વળ્યા પાણી, 15 ગામનો સંપર્ક તૂટયો, જુઓ Video

| Edited By: | Updated on: Jun 28, 2023 | 11:30 PM

વલસાડ ખરેરા નદી પરના કોઝવે ઉપર વળ્યા પાણી ફરી વળ્યું છે. વલસાડ તાલુકાના વઘલધરા ગામ પાસે નદીમાં ઘોડાપૂર આવ્યું છે. વાઘલધરા અને ઉંડાચ ગામને જોડતો કોઝવે ડૂબ્યો છે.

વલસાડ તાલુકામાં મુશળધાર વરસાદ પડતાં નદી-નાળા છલકાઈ ગયા છે. જેના કારણે લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. વલસાડ તાલુકાના વાઘલધરા ગામ પાસે ખરેરા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતાં 15 ગામનો સંપર્ક તૂટી ગયો છે. કોઝવે પરથી પસાર થઈ શકાય તેવી સ્થિતિ ન હોવાથી લોકો સામા કાંઠે જવા માટે 10 કિલોમીટર વધારે અંતર કાપવા મજબૂર બન્યા છે. આ કોઝવે વાઘલધરા અને ઊંડાચ ગામને જોડે છે.

આ પણ વાંચો : સમગ્ર રાજયમાં મેઘ મહેર, Video દ્વારા જાણો ક્યા કેટલો વરસાદ

જેના પરથી 15 ગામના લોકો અવરજવર કરે છે. તંત્રની બેદરકારીના કારણે હાલમાં નોકરિયાત વર્ગ, શાળાએ જતા વિદ્યાર્થીઓ અને દૂધ ભરાવવા જતા લોકોને જીવના જોખમે પસાર થવું પડી રહ્યું છે. જો તંત્રએ બ્રિજ ઊંચો કરવાની લોકોની રજૂઆતોને ધ્યાને લીધી હોત તો આજે આ સ્થિતિ ન સર્જાઈ હોત. લોકોનો દાવો છે કે તેઓ છેલ્લા 25 વર્ષથી કોઝવે ઊંચો કરવાની માગ કરી રહ્યા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો