Rajkot: સતત વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, રહેણાંક મકાનોમાં ઘુસ્યા વરસાદના પાણી, જુઓ Video

author
| Edited By: | Updated on: Jun 30, 2023 | 6:41 PM

રાજ્યમાં આગામી 5 દિવસ ‘ભારે’ વરસાદની આગાહી કરવાં આવી છે. દ.ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહીને લઈ તંત્ર સતર્ક બન્યું છે બીજી તરફ રાજકોટમાં હાલ સુધીમાં પડેલા વરસાદે જ લોકોને મુશ્કેલીમાં મૂક્યા છે.

Rajkot: જામકંડોરણામાં 5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ  સર્જાઈ છે. જલારામ મંદિર વિસ્તાર અને રહેણાંક મકાનોમાં પાણી ઘુસ્યા છે. ઉતાવળી નદીના પાણી ઘરોમાં ઘુસી જતા ઘરવખરીને નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે. અનાજ અને કરિયાણા સહિતની વસ્તુઓ પલળી ગઈ હોવને લઈ લોકો પરેશાન થયા હતા.

આ પણ વાંચો : જામનગરમાં વરસાદના કારણે જળબંબાકાર, લાખોટા તળાવની પ્રોટેક્શન દીવાલ તૂટી

છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જામી હતી. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ જેમાં જામકંડોરણા તાલુકામાં 6 ઇંચ વરસાદ, રાજકોટ શહેરમાં ધોધમાર 2 ઇંચ વરસાદ પડ્યો, પડધરી તાલુકામાં 3 ઇંચ વરસાદ, લોધિકા તાલુકામાં 1 ઇંચ વરસાદ, જસદણ તાલુકામાં 2.5 ઇંચ, કોટડાસાંગાણી તાલુકામાં સવા ઇંચ, ગોંડલ તાલુકામાં સવા 2 ઇંચ વરસાદ, ઉપલેટામાં 5 ઇંચ વરસાદ, ધોરાજીમાં 5.5 ઇંચ વરસાદ, જેતપુરમાં સવા 5 ઇંચ વરસાદ પડ્યો છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો