Vadodara: વડોદરામાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસ વધ્યા, જુઓ Video

|

Aug 08, 2023 | 5:31 PM

વડોદરામાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. વડોદરા શહેરમાં રોગચાળાએ ભરડો લીધો હોય એમ રોગચાળાએ માથુ ઉંચક્યુ છે. શહેરમાં ડેંગ્યૂ, ચિકનગુનિયા અને ઝાડા-ઉલ્ટીના કેસ વધી રહ્યા છે.

 

વડોદરામાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. વડોદરા શહેરમાં રોગચાળાએ ભરડો લીધો હોય એમ રોગચાળાએ માથુ ઉંચક્યુ છે. હાલમાં વડોદરા શહેરમાં ડેંગ્યૂ, ચિકનગુનિયા અને ઝાડા-ઉલ્ટી સહિતના રોગચાળાને લઈ લોકો પરેશાન બન્યા છે. છેલ્લા સાતેક માસમાં વડોદરામાં 140 જેટલા ડેંગ્યૂના કેસ જોવા મળ્યા છે. જ્યારે ચીકનગુનિયાના 62 કેસ જોવા મળ્યા છે. આ ઉપરાંત ઝાડા ઉલટીના 4374 કેસ સામે આવ્યા છે.

ચોમાસા દરમિયાન હાલમાં વડોદરામાં વધતા રોગચાળાને લઈ હોસ્પિટલોમાં પણ દર્દીઓની ભીડ ઉભરાવવા લાગી છે. કારેલીબાગ, ગોત્રી અને સયાજી રાવ હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. કારેલીબાગમાં આવેલી હોસ્પિટલમાં મોટાભાગના બેડ ભરાઈ જવા પામ્યા છે. હોસ્પિટલના ડો. રિતેશ ચાંપાનેરીએ કહ્યુ હતુ કે, લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે પાણી ઉકાળીને પિવામાં આવે અને મચ્છરથી સુરક્ષિત રહેવા માટે પ્રયાસ કરવામાં આવે.

 

આ પણ વાંચોઃ  ST Bus માં લેપટોપની ટિકિટનો વિવાદ વકરતા નિગમે ‘ચાર્જ’ વસુલવા બાબતે પરિપત્ર બહાર પાડ્યો, જાણો કયા સામાનનુ લાગશે આખુ ભાડુ!

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 5:12 pm, Tue, 8 August 23

Next Video