જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ… 38 થી વધુ દુકાનોમાં દરોડા, એક્સપાયરી ડેટવાળા 75 પેકેટ જપ્ત – જુઓ Video

જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ… 38 થી વધુ દુકાનોમાં દરોડા, એક્સપાયરી ડેટવાળા 75 પેકેટ જપ્ત – જુઓ Video

| Updated on: Aug 03, 2026 | 7:14 PM

જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં જાહેર આરોગ્ય સુનિશ્ચિત કરવા માટે એક સઘન ફૂડ સેફ્ટી ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી અંતર્ગત બેડી બંદર અને જોડિયા ભુંગા જેવા વિસ્તારોમાં 38 થી વધુ દુકાન તેમજ ખાદ્ય એકમોની તપાસ કરવામાં આવી હતી.

જામનગરમાં જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે મહાનગરપાલિકાના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. કોર્પોરેશનની ટીમે બેડી બંદર અને જોડિયા ભૂંગા સહિતના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક દરોડા પાડીને સઘન તપાસ અભિયાન હાથ ધર્યું હતું.

ફૂડ વિભાગની આ ત્વરિત કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ મેગા ડ્રાઈવ દરમિયાન ફૂડ વિભાગે અલગ-અલગ 38 જેટલી પેઢીઓમાં તપાસ હાથ ધરી હતી, જેમાંથી પાણી અને ખાદ્ય સામગ્રીના શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા છે.

એક્સપાયરી વાળા 75 પેકેટ નાશ કરાયા

ચેકિંગ દરમિયાન હોટેલો અને રેકડીઓમાંથી મોટા પ્રમાણમાં વાસી ખોરાક તેમજ એક્સપાયરી ડેટવાળા 75 પેકેટ જથ્થો મળી આવતા તેને જપ્ત કરી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આરોગ્ય માટે હાનિકારક એવી 53 કિલો પ્રિન્ટેડ પસ્તીનો જથ્થો પણ ઝડપી પાડી તેનો યોગ્ય નિકાલ કરાયો હતો.

ફૂડ વિભાગની ટીમે ગુલાબનગર વિસ્તારમાં પણ સપાટો બોલાવ્યો હતો, જ્યાં લાયસન્સ વગર ગેરકાયદે મટનનું વેચાણ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ ફૂડ વિક્રેતાઓને પોતાની દુકાનોમાં કડક રીતે સ્વચ્છતા જાળવવા માટે આદેશ પણ આપવામાં આવ્યા છે.

‘વિકાસ’માં ખાડા કે ખાડામાં ‘વિકાસ’ ? રસ્તાઓની બદહાલ સ્થિતિ જોઈ સ્થાનિકો તંગ, વાહનચાલકોના હાડકાં ભાંગવાનો વારો – જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.