અધિક માસના અંતે ડાકોરમાં કાનુડાનો જાદુ! સુકા મેવાના અલૌકિક હિંડોળામાં ઝૂલ્યા ‘શ્રી રણછોડરાયજી’, દર્શન કરી હજારો વૈષ્ણવોની આંખો ઠરી

અધિક માસના અંતે ડાકોરમાં કાનુડાનો જાદુ! સુકા મેવાના અલૌકિક હિંડોળામાં ઝૂલ્યા ‘શ્રી રણછોડરાયજી’, દર્શન કરી હજારો વૈષ્ણવોની આંખો ઠરી

| Updated on: Jun 14, 2026 | 8:56 PM

અધિક માસના અંતિમ દિવસે પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. ડાકોરમાં હજારો શ્રદ્ધાળુઓએ કાળિયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અધિક માસના અંતિમ દિવસે પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ભક્તિનો અદભુત મહાસાગર ઉમટ્યો હતો. વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓએ ડાકોરના ઠાકોર શ્રી રણછોડરાયજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ ખાસ અવસરે મંદિરમાં ઠાકોરજી માટે ભવ્ય અને અત્યંત કલાત્મક હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને નિહાળવા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિવિધ પ્રકારના કિંમતી સૂકા મેવાથી પ્રભુના આ હિંડોળાને અદભુત રીતે સજાવવામાં આવ્યો હતો.

રંગબેરંગી શણગાર અને અલૌકિક સજાવટથી સજ્જ કાળિયા ઠાકોરના ભવ્ય હિંડોળાના દર્શન કરી ભક્તો ભાવવિભોર બની ગયા હતા. સમગ્ર ડાકોરધામ ‘જય રણછોડ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તિમય વાતાવરણ વચ્ચે અધિક માસની પૂર્ણાહુતિ ભવ્ય રીતે ઉજવાઈ હતી. .

વોટ લેવા હાથ જોડતા નેતાઓ મુશ્કેલીના સમયે ક્યાં સંતાયા? લાખોના ખર્ચે બનેલી ડ્રેનેજ લાઇન થઈ ‘જામ’, પ્રજા નરક જેવી ગંદકીમાં જીવે છે

Follow Us
Loading...
Unable to load recommendations.