નવેમ્બરના અંત સુધીમાં જ વિધાનસભા ચૂંટણી પૂર્ણ થશે ! ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આપ્યા સંકેત, જુઓ VIDEO

|

Sep 26, 2022 | 2:59 PM

ભાજપના (BJP) પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (C.R. Patil) આજે આણંદમાં (Anand) નવા કમલમ કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે પહોંચ્યા હતા. આ પ્રસંગે સી.આર. પાટીલે નવેમ્બરના અંત સુધીમાં મતદાન યોજાવાના સંકેત આપ્યા છે.

વિધાનસભા ચૂંટણીને (Assembly elections) લઇને ગુજરાતમાં વિવિધ પક્ષોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. વિવિધ રાજકીય પક્ષો પ્રચાર અને પ્રસારમાં લાગી ગયા છે. ભાજપ (BJP) , કોંગ્રેસ (Congress), આમ આદમી પાર્ટી (Aam Adami Party) અને અન્ય પાર્ટીઓ પણ ગુજરાત વિધાનસભાની વધુમાં વધુ બેઠકો કબ્જે કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જો કે આ તમામ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે (CR Patil) ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખને લઇને સંકેત આપ્યા છે. સી.આર. પાટીલે નવેમ્બર મહિનાના અંત સુધીમાં જ વિધાનસભા ચૂંટણી યોજાઇ શકે તેવી શક્યતા દર્શાવી છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આપ્યા સંકેત

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ટૂંક સમયમાં જ ફૂંકાય તેવી શક્યતા છે. હાલમાં એક તરફ મુખ્ય ચૂંટણી કમિશનર ગુજરાતમાં બે દિવસના પ્રવાસે છે. ત્યાં બીજી તરફ વિવિધ રાજકીય પક્ષો પોતાના પાર્ટીના પ્રચાર પ્રસારના કામોમાં જોતરાયેલા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આજે આણંદમાં નવા કમલમ કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે પહોંચ્યા હતા. જ્યાં ભાજપના જિલ્લા પેજ સમિતિની સ્નેહ મિલન સભા પણ યોજાઈ હતી. આ પ્રસંગે સી.આર. પાટીલે નવેમ્બરના અંત સુધીમાં મતદાન યોજાવાના સંકેત આપ્યા છે. ચૂંટણી પંચે હજુ તારીખો જાહેર નથી કરી પરંતુ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સંકેત આપી દીધા છે કે ચૂંટણી ક્યારે યોજાશે.

નવેમ્બરમાં ચૂંટણી પૂર્ણ થવાની શક્યતા દર્શાવી

સી.આર. પાટીલે નવેમ્બરના અંત સુધીમાં મતદાન યોજાવાના સંકેત આપ્યા છે. તેમણે 20થી 22 ઓક્ટોબરની વચ્ચે ચૂંટણી જાહેર થવાની શક્યતા વ્યક્ત કરી છે અને નવેમ્બરના બીજા કે ત્રીજા સપ્તાહમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન સંભવ હોવાનું જણાવ્યુ છે. તેમણે કહ્યુ કે, આ વખતે 2 તબક્કામાં મતદાન યોજાવાની સંભાવના છે. મહત્વનું છે કે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ પણ ચૂંટણીની તૈયારીઓ માટે ગાંધીનગર આવેલી છે.

પાટીલે કહ્યું કે નવેમ્બરના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ શકે છે. ગત બે વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાઈ હતી. પરંતુ આ વખતે ચૂંટણી વહેલી આવે તેમ લાગી રહ્યું છે. પાટીલે સ્પષ્ટતા કરી કે- આ અંગે કોઈની સાથે વાત નથી થઈ અને તારીખ જાહેર કરવાની તેમની પાસે કોઈ સત્તા પણ નથી.

Next Video