રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે મતદાન, 27 હજારથી વધુ સરપંચના ઉમેદવારોનું આજે ભાવિ નક્કી થશે

|

Dec 19, 2021 | 7:20 AM

Gujarat gram panchayat election: રાજ્યની કુલ 8,684 ગ્રામ પંચાયત માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં કુલ 27 હજાર 200 સરપંચ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.

Gram Panchayat Election 2021: ગુજરાત વિધાનસભા-2022ની ચૂંટણી અગાઉ, રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામશે. રાજ્યની કુલ 8,684 ગ્રામ પંચાયત માટે 19 ડિસેમ્બર સવારે 8 વાગે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં કુલ 27 હજાર 200 સરપંચોનું ભાવિ નક્કી થશે. તો 1 લાખ 19 હજાર 998 સભ્યો વચ્ચે ચૂંટણીનો સીધો જંગ જામશે. મતદારોની વાત કરીએ તો, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1 કરોડ 82 લાખ 15 હજાર મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 93 લાખ 69 હજાર 202 પુરૂષ મતદારો અને 88 લાખ 45 હજાર 811 મહિલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

ગ્રામ પંચાયતની ચૂંટણીના ચિત્ર પર નજર કરીએ તો, લ 23 હજાર 97 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાંથી 6 હજાર 656 મતદાન મથકો સંવેદશીલ છે, તો 3 હજાર 74 મતદાન મથકો અતિ સંવેદનશીલ છે. તો કુલ 10 હજાર 812 ગ્રામ પંચાયતમાંથી 1 હજાર 167 ગ્રામ પંચાયતો બીનહરિફ થઈ છે. જ્યારે 9 હજાર 669 સભ્ય બીનહરીફ ચૂંટાયા છે. તો 6 હજાર 446 ગ્રામ પંચાયતો અંશતઃ બિનહરીફ છે. જેમાંથી કુલ 4 હજાર 511 સરપંચ અને 26 હજાર 254 સભ્ય બિનહરીફ થયા છે.

ચૂંટણી પંચની તૈયારીઓની વાત કરીએ તો, મતદાન માટે 37 હજાર 429 મતપેટીઓ ઉપયોગમાં લેવાશે. જ્યારે 2 હજાર 546 અધિકારીઓ ચૂંટણીના કામમાં જોડાશે. જ્યારે 2 હજાર 827 મદદનીશ ચૂંટણી અધિકારીઓ મોરચો સંભાળશે. આ સિવાય 1 લાખ 37 હજાર 466 પોલીંગ સ્ટાફ અને 51 હજાર 747 પોલીસ સ્ટાફ ખડેપગે રહેશે.

 

આ પણ વાંચો: Ahmedabad: રખડતા ઢોર નિયંત્રણ વિભાગ વિવાદમાં, ગાયો છોડી મુકવા લાંચ માગ્યાનો માલધારીઓનો આક્ષેપ

આ પણ વાંચો: Ahmedabad: 2.32 લાખના ઝડપાયેલા MD ડ્રગ્સ મામલે વધુ એકની ધરપકડ, ફૈઝુબાવા મુંબઇથી લાવતો હતો ડ્રગ્સ!

Next Video