Ahmedabad: 2.32 લાખના ઝડપાયેલા MD ડ્રગ્સ મામલે વધુ એકની ધરપકડ, ફૈઝુબાવા મુંબઇથી લાવતો હતો ડ્રગ્સ!
Ahmedabad: અગાઉ કારંજ જીપીઓ રોડ પરથી ક્રાઈમબ્રાંચે અલ્તાફ નામના આરોપીની ધરપકડ કરી છે. તો આ કેસમાં ક્રાઈમ બ્રાંચે વધુ એકની ધરપકડ કરી હોવાની માહિતી સામે આવી છે.
અમદાવાદમાં (Ahmedabad) કારંજ જીપીઓ રોડ પરથી 2.32 લાખનું ડ્રગ્સ ઝડપાવા મામલે ક્રાઈમબ્રાંચે (Crime Branch) વધુ એક આરોપીની ધરપકડ કરી છે. સૂત્રોનું માનીએ તો, ક્રાઈમબ્રાંચે ફૈઝુબાવા નામના આરોપીને ઝડપી લીધો છે. ફૈઝુબાવા અને અન્ય ત્રણ શખ્સો મુંબઇથી ડ્રગ્સ લાવતા હોવાની ચર્ચા છે. આ કેસમાં અકલાક બાવા નામના આરોપીનું નામ પણ ખુલ્યું છે. અકલાક અને ફૈઝુબાવા ડ્રગ્સકાંડના સૂત્રધાર હોવાનું મનાઈ રહ્યું છે.
અગાઉ કારંજ જીપીઓ રોડ પરથી ક્રાઈમબ્રાંચે અલ્તાફ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી મોહમદ અલ્તાફ શેખ દરિયાપુરના તોસિફ શેખ પાસેથી ડ્રગ્સ ખરીદતો હોવાનું પૂછપરછમાં કબૂલ્યું છે. અગાઉ આરોપી બુટ ચંપલનો ધંધો કરતો હતો. પરંતુ છેલ્લાં છ મહિનાથી ધંધો બંધ થઇ જતા તે ડ્રગ્સ વેચવાના રવાડે ચઢ્યો હતો. ગ્રાહકોને કારંજ અને આશ્રમ રોડ ખાતે બોલાવીને છૂટક ડ્રગ્સ વેચતો હોવાની કબૂલાત કરી છે. પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
જણાવી દઈએ કે 14 ડિસેમ્બરના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કારંજ જીપીઓ રોડ પરથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપી મોહમદ અલ્તાફ શેખ પાસેથી રૂ.2.32 લાખની કિંમતનું 23.40 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આરોપીએ ગ્રાહકોને કારંજ અને આશ્રમ રોડ ખાતે બોલાવીને છૂટક ડ્રગ્સ વેચતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
