Vadodara : દબાણ હટાવવા મુદ્દે ભાજપ V/S ભાજપ , કોર્પોરેટરે દબાણ કામગીરી ન કરવા દીધાનો આક્ષેપ, જુઓ Video

|

Mar 27, 2024 | 3:34 PM

વડોદરા મહાનગરપાલિકામાં ભાજપ VS ભાજપ જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. એક કોર્પોરેટરે રોડ લાઇનના દબાણ તોડવાની માગ કરી છે, તો બીજા કોર્પોરેટરે દબાણ ન હટાવવાની માગ કરી છે. દબાણ શાખાની ટીમે દબાણ શાખાને પાછી મોકલ્યાનો આક્ષેપ થઇ રહ્યો છે.

વડોદરા મહાનગરપાલિકામાં ભાજપ VS ભાજપ જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. એક કોર્પોરેટરે રોડ લાઇનના દબાણ તોડવાની માગ કરી છે, તો બીજા કોર્પોરેટરે દબાણ ન હટાવવાની માગ કરી છે. દબાણ શાખાની ટીમે દબાણ શાખાને પાછી મોકલ્યાનો આક્ષેપ થઇ રહ્યો છે.

ગોત્રી યશ કોમ્પલેક્સથી નીલાંબર સર્કલ સુધી મનપાએ 30 મીટરનો રોડ બનાવ્યો હતો. જેમાં 5 મકાનોના કારણે અમુક જગ્યા પર રોડ નાનો પડતો હોવાની રાવ હતી. જેને લઇ ટીમ દબાણ તોડવા ગઇ હતી. જો કે કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ અને નીતિન દોંગા સામ-સામે આવ્યા છે. તો આ મુદ્દે સ્થાનિકોમાં પણ ભારે રોષ છે અને મકાન તોડતા પહેલા અન્ય મકાનની માગ કરી રહ્યા છે.

વડોદરા મનપાની દબાણ શાખા ગોત્રી યશ કોમ્પલેક્સથી નીલાંબર સર્કલ સુધીના રસ્તામાં દબાણ તોડવા ગઇ હતી, ત્યારે વોર્ડ 10ના ભાજપ કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટે સ્થાનિકોનો પક્ષ લઇને મકાનો ન તોડવા દીધા હોવાના આક્ષેપ લાગ્યા છે. આક્ષેપ છે કે તેમણે દબાણ શાખાની ટીમ અને અધિકારીઓ પર એક ધારાસભ્યનો પ્રેશર બનાવ્યું અને દબાણ ન તોડવા દીધા.

આ પણ વાંચો-Mehsana: કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સીજે ચાવડાને ટિકિટ આપતા કાર્યકર્તામાં નારાજગી

તો બીજી તરફ વોર્ડ 10ના જ ભાજપ કોર્પોરેટર નીતિંગ દોંગાએ દબાણ તોડવાની માગ કરી છે. જેને લઇ મનપા કમિશનરને પત્ર પણ લખ્યો છે. તેમનું કહેવું છે કે રોડ સાંકડો હોવાથી અકસ્માતનો ભય વધશે. જેથી દબાણ તોડવામાં આવે. બંને ભાજપ કોર્પોરેટર વચ્ચે દબાણ મુદ્દે અસમહતિ થતા અધિકારી સુધી વાત પહોંચી છે. ત્યારે સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું કે વાતનો ઉકેલ લાવીશું અને જેમના મકાન તૂટે છે. તેમને મકાન આપીશું.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:02 pm, Wed, 27 March 24

Next Video