ક્રિકેટર વિરાટ કોહલીનું રાજકોટમાં ભવ્ય સ્વાગત, સયાજી હોટલ ખાતે વિરાટને જોવા ઉમટી ભીડ, જુઓ Video

ક્રિકેટર વિરાટ કોહલીનું રાજકોટમાં ભવ્ય સ્વાગત, સયાજી હોટલ ખાતે વિરાટને જોવા ઉમટી ભીડ, જુઓ Video

| Edited By: | Updated on: Nov 02, 2023 | 9:28 PM

ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli)  રાજકોટ પહોંચી ગયા છે. ભારતીય ક્રિકેટ ટીમ ગઇકાલે જ રાજકોટ પહોંચી ગઇ હતી. હવે વિરાટ કોહલી પણ રાજકોટ પહોંચી ગયા છે.વિરાટ કોહલી પહેલી બે મેચમાં સામેલ ન હોવાથી તેઓ આજે રાજકોટ પહોંચ્યા છે.

Rajkot : રાજકોટમાં 27 સપ્ટેમ્બરે ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે સિરીઝની (India-Australia ODI Series) અંતિમ મેચ રમાવાની છે, ત્યારે ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli)  રાજકોટ પહોંચી ગયા છે. ભારતીય ક્રિકેટ ટીમ ગઇકાલે જ રાજકોટ પહોંચી ગઇ હતી. હવે વિરાટ કોહલી પણ રાજકોટ પહોંચી ગયા છે.વિરાટ કોહલી પહેલી બે મેચમાં સામેલ ન હોવાથી તેઓ આજે રાજકોટ પહોંચ્યા છે.

આ પણ વાંચો-Jamnagar : ગરબાની પ્રેક્ટિસ દરમિયાન યુવકને આવ્યો હાર્ટએટેક,મિનિટોમાં જ મોત, જુઓ Video

સયાજી હોટલ ખાતે ફૂલ આપીને વિરાટ કોહલીનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ગઇકાલે પણ તમામ ક્રિકેટરોને અહીં પરંપરાગત ગરબા રમીને અને ફુલ આપીને આવકારવામાં આવ્યા હતા. તો ઓસ્ટ્રેલિયન ટીમનું ફોર્ચ્યુંન હોટલ ખાતે સ્વાગત કરાયું હતુ.

રાજકોટમાં 27 સપ્ટેમ્બરે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝની અંતિમ મેચ રમાશે. વર્લ્ડકપ પહેલા બન્ને ટીમ માટે આ સિરીઝ મહત્વની છે. ભારતીય ક્રિકેટ ટીમે રાજકોટમાં ધમાકેદાર એન્ટ્રી મારી હતી. સયાજી હોટલ ખાતે ટીમ ઈન્ડિયાનું પરંપરાગત ગરબા અને ફૂલ આપીને ક્રિકેટરોને આવકારવામાં આવ્યા. રવિન્દ્ર જાડેજા,કે એલ રાહુલ,મોહમ્મદ સિરાજ,ઈશાન કિશાન,સુર્યા કુમાર યાદવ,શ્રેયસ ઐયર સહિતના ક્રિકેટરોનું ભવ્ય સ્વાગત થયું. ઓસ્ટ્રેલિયન ટીમનું ફોર્ચ્યુંન હોટલ ખાતે સ્વાગત કરાયું. ભારત-ઓસ્ટ્રેલિયાના મુકાબલાને લઈને રાજકોટમાં ક્રિકેટ ફિવર છવાયો છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 26, 2023 12:13 PM