મહેસાણાના કડીમાં ભારે અવરજવર ધરાવતા રોડ પર રિક્ષાના સ્ટંટ કરાતો વીડિયો વાયરલ, જુઓ
ગુજરાત પોલીસ દ્વારા સતત સ્ટંટ બાજો સામે કાર્યવાહી કરવા છતાં હજુ કેટલાકની આંખ ઉઘડી લાગી રહી નથી. પોલીસ દ્વારા હવે વાયરલ વીડિયો આધારે જ વાહન ચાલકને ઝડપીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહેસાણાના કડીમાં તો એક રિક્ષા ચાલકે રસ્તા પર સ્ટંટ આદર્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થવા લાગ્યો છે.
ગુજરાત પોલીસ દ્વારા બેફામ વાહન હંકારનારાઓ અને સ્ટંટ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન અનેક વાહન ચાલકોને જોખમી સ્ટંટ બદલ કાર્યવાહી કરી દંડ પણ કરાયો છે. ત્યાં હજુ જાણે કે જેલનો ડર ના લાગતો હોય એમ એક રિક્ષા ચાલકે સ્ટંટ રસ્તા પર શરુ કર્યા હતા.
આ પણ વાંચોઃ સાબરમતી નદીનો સાદોલિયા બ્રિજ હિંડોળા બ્રિજ તરીકે ઓળખાવા લાગ્યો! તોળાઈ રહ્યુ છે જોખમ
કડીમાં જાહેર રસ્તા પર જ એક રિક્ષા ચાલકે સ્ટંટ કર્યા હતા. ચાલુ રિક્ષાનુ એક ટાયર ઉંચુ કરી દેવામાં આવ્યુ હતુ આમ રિક્ષા ચાલકે જોખમી સ્ટંટ રોડ પર કર્યા હતા. હવે રિક્ષા ચાલકનો વીડિયો સોશિલ મીડિયા પર વીડિયો ખૂબ જ વાયરલ થવા લાગ્યો છે. જોકે હવે આ કિસ્સામાં કડી પોલીસ કે ટ્રાફિક પોલીસ કેવી કાર્યવાહી કરે છે એની પણ રાહ જોવાઈ રહી છે.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Nov 14, 2023 05:03 PM