તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો, વાહનવ્યવહાર થંભ્યો, જુઓ Video

તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો, વાહનવ્યવહાર થંભ્યો, જુઓ Video

| Updated on: Aug 07, 2026 | 8:01 PM

ગીર-સોમનાથ જિલ્લાના તુલસીશ્યામ-ભીમછાસ રોડ પર ચાર સિંહો અચાનક રસ્તા પર આરામ ફરમાવતા જોવા મળ્યા. આ દુર્લભ દૃશ્યને કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર થંભી ગયો હતો.

ગીર-સોમનાથ જિલ્લામાં ફરી એકવાર એશિયાટિક સિંહોની અદભૂત હાજરીનો વીડિયો સામે આવ્યો છે. તુલસીશ્યામ-ભીમછાસ રોડ પર અચાનક એક નહીં, પરંતુ ચાર સિંહો રસ્તા પર આરામ ફરમાવતા નજરે પડ્યા. જંગલ વિસ્તારને અડીને આવેલા આ માર્ગ પર સિંહો દેખાવા સામાન્ય છે, પરંતુ એકસાથે ચાર સિંહ રસ્તા પર બેસી જતા આ દૃશ્ય ખૂબ જ દુર્લભ અને રોમાંચક બની ગયું હતું.

આ દુર્લભ ઘટનાને કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર થંભી ગયો હતો. આ દરમિયાન એક એસટી બસના ડ્રાઇવરે સમયસૂચકતા અને સાવચેતી દાખવીને બસ તાત્કાલિક રોકી દીધી. આ પગલાથી સિંહોને કોઈ ખલેલ ન પહોંચી અને મુસાફરોની સુરક્ષા પણ જળવાઈ રહી. બસમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

થોડા સમય બાદ ચારેય સિંહો રસ્તા પરથી જંગલ તરફ આગળ વધતા વાહનવ્યવહાર ફરી શરૂ થયો હતો. આ ઘટના ફરી એકવાર માનવ અને વન્યજીવ વચ્ચેના સહઅસ્તિત્વની ઝલક રજૂ કરે છે.

ભરતી કૌભાંડ મામલે ગુજરાત યુનિવર્સિટીમાં કાર્યવાહી, પૂર્વ કુલપતિના કાર્યકાળ દરમિયાન કરાયેલી નિમણૂકો વિવાદમાં

Follow Us
Loading...
Unable to load recommendations.