રાજકોટ વીડિયો : સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની કતાર, એક સપ્તાહમાં 1600 થી વધારે નોંધાયા કેસ
રાજકોટ સિવિલમાં પણ હોસ્પિટલ દર્દીઓની ઊભરાતી જોવા મળી રહી છે.રાજકોટ શહેર તેમજ ગ્રામ્યમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે. મોટા ભાગના કેસ શરદી-ઉધરસના જોવા મળ્યા છે.
ઋતુ પરિવર્તનની સાથે લોકોના આરોગ્ય પર પણ અસર જોવા મળી રહી છે. બેવડી ઋતુના પગલે રાજ્યભરમાં રોગચાળો વકર્યો છે. તો રાજકોટ સિવિલમાં પણ હોસ્પિટલ દર્દીઓની ઊભરાતી જોવા મળી રહી છે. રાજકોટ શહેર તેમજ ગ્રામ્યમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે. મોટા ભાગના કેસ શરદી-ઉધરસના જોવા મળ્યા છે.
સિવિલ હોસ્પિટલની કેસ ભારી પર ભારે ભીડ જોવા મળી. એક સપ્તાહમાં મનપાના ચોપડે વિવિધ રોગાના 1632 દર્દીઓ નોંધાયા છે.જેમાં શરદી ઉધરસના 1279 કેસ, તાવના 94 અને ઝાડા ઉલ્ટીના 248 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ડેન્ગ્યૂ-ચિકનગુનિયાના 5-5 કેસ નોંધાયા છે. વાતાવરણમાં આવેલા પરિવર્તનના પગલે શરદી-ઉધરસના વધુ કેસ જોવા મળી રહ્યા છે.
Latest Videos