Gujarati video : નવસારીના મોલધરા ગામમાં દીપડાના આતંકથી લોકોમાં ભય, પશુઓને બચાવવા લોકો કરે છે રાત ઉજાગરા
નવસારીના મોલધરા ગામમાં દીપડાના આતંકથી લોકોમાં ભય જોવા મળ્યો છે. દીપડાએ ગામમાં પશુઓનો શિકાર કરતા લોકોમાં ભયનો માહોલ વધ્યો છે. પશુઓને બચાવવા લોકોએ રાત્રે ઉજાગરા કર્યા છે. લોકોએ રાત્રે લાકડીઓ સાથે ગામમાં પહેરો ભરવો પડે છે.
Navsari : રાજ્યમાં છેલ્લા કેટલા સમયથી દિપડાનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યાં નવસારીના મોલધરા ગામમાં દીપડાના આતંકથી લોકોમાં ભય જોવા મળ્યો છે. દીપડાએ ગામમાં પશુઓનો શિકાર કરતા લોકોમાં ભયનો માહોલ વધ્યો છે. પશુઓને બચાવવા લોકોએ રાત્રે ઉજાગરા કર્યા છે. લોકોએ રાત્રે લાકડીઓ સાથે ગામમાં પહેરો ભરવો પડે છે.
આ પણ વાંચો : Navasari: નગરપાલિકાએ વધારેલા વેરા સામે વેપારીઓમાં રોષ, વેરામાંથી મુક્તિ આપવાની માગ
તો આ અગાઉ અમરેલીની શેત્રુંજી નદીમાં 1 સિંહણ અને 2 સિંહ બાળ નદીના પ્રવાહમાં તણાયા હતા. જેમાં ગારીયાધારના ઠાસા અને રાણીગામ બોર્ડર નજીક પુરમાં સિંહ પરિવાર તણાયો હતો. તેમજ પુર પહેલા સિંહોનું સ્થળાંતર ન કરવાને કારણે ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું હતુ. જેમાં સિંહણ અને એક સિંહ બાળ પાણીમાંથી બહાર નીકળવામાં આવ્યા હતા.
નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો