Gujarati Video : ધાનેરાની છીંડીવાડી પ્રાથમિક શાળામાં શિક્ષકની બદલીથી ગ્રામજનો રોષે ભરાયા, શાળાને તાળા લગાવી કર્યો વિરોધ, Videoમાં કેદ થયા દ્રશ્યો

|

Feb 23, 2023 | 2:17 PM

બિપીન ગુજરાલ વિરુદ્ધ વિદ્યાર્થિનીઓને અશ્લિલ વીડિયો બતાવ્યો હોવાના આક્ષેપ લાગ્યા હતા. જેના પગલે ગુજરાલની દિયોદરની લીલાધર પ્રાથમિક શાળામાંથી છીંડીવાડી પ્રાથમિક શાળામાં બદલી કરવામાં આવી છે.

બનાસકાંઠાના દિયોદરની લીલાધર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બિપીન ગુજરાલની ધાનેરા તાલુકાની છીંડીવાડી પ્રાથમિક શાળામાં બદલી કરવામાં આવી છે. આ બદલીથી ગ્રામજનો રોષે ભરાયા છે. શિક્ષકની બદલીથી ભડકેલા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરીને વિરોધ નોંધાવ્યો હતો.

આ પણ વાંચો : Good News: બનાસકાંઠા દાંતા તાલુકાના ધાબાવાળી ગામમાં વર્ષો બાદ વીજળી આવતા ગ્રામજનોમાં ખુશી

બિપીન ગુજરાલ વિરુદ્ધ વિદ્યાર્થિનીઓને અશ્લિલ વીડિયો બતાવ્યો હોવાના આક્ષેપ લાગ્યા હતા. જેના પગલે ગુજરાલની દિયોદરની લીલાધર પ્રાથમિક શાળામાંથી છીંડીવાડી પ્રાથમિક શાળામાં બદલી કરવામાં આવી છે. પંરતુ છીંડીવાડીના ગ્રામજનોએ શિક્ષકને શાળામાં પ્રવેશનો વિરોધ નોંધાવી શાળાને તાળાબંધી કરી છે અને બિપીન ગુજરાલને શાળામાં પ્રવેશ નહીં આપવા અંગે ઉગ્ર માગ કરી છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

આ અગાઉ પણ વડોદરામાં વિદ્યાર્થિની સાથે અડપલા કરનાર લંપટ શિક્ષક પોલીસ સકંજામાં આવી ગયો હતો. વડોદરામાં ધોરણ આઠની વિદ્યાર્થિની સાથે શારિરીક અપડલા કરનાર ખાનગી ટ્યુશન ક્લાસિસના શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી. વિદ્યાર્થિનીના પરિવાજનોની ફરિયાદને આધારે પોલીસે આ અંગે કાર્યવાહી કરી હતી.

Next Article