Rajkot : બાબા બાગેશ્વરના દરબાર સામે વિજ્ઞાન જાથાનો મોરચો, કાર્યક્રમને મંજૂરી નહીં આપવા કલેક્ટરને આવેદન, જુઓ Video

|

May 18, 2023 | 6:30 PM

રાજકોટમાં આજે વિજ્ઞાન જાથાના સભ્યોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બાબાના કાર્યક્રમને મંજૂરી ન આપવા રજૂઆત કરી છે. બાબા બાગેશ્વર સનાતન ધર્મના નામે લોકોને ગુમરાહ કરે છે તેવું પણ ચેરમેન દ્વારા જણાવાયું હતું.

રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર સામે વિજ્ઞાન જાથાએ મોરચો માંડ્યો છે. આગામી સમયમાં જ્યારે બાગેશ્વર સરકારના ધિરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસને લઈ ઠેક ઠેકાણે વિરોધ નોંધાઈ રહ્યા છે જેમાં રાજકોટમાં આજે વિજ્ઞાન જાથાના સભ્યોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બાબાના કાર્યક્રમને મંજૂરી ન આપવા રજૂઆત કરી છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ ફરી ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકતા કહ્યું કે અમારા 50 લોકો બાબાના દરબારમાં હશે. બાબા તેમના નામ અને અન્ય બાબતો જાહેર કરી પોતાની વિશ્વસનીયતા સાબિત કરે.

આ પણ વાંચો : આવતીકાલથી કેવડિયામાં યોજાશે ગુજરાત સરકારની 10મી ત્રિદિવસીય ચિંતન શિબિર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

બાબા ધિરેન્દ્ર શાસ્ત્રીના કેટલાય એવા વીડિયો સામે આવ્યા છે જેમાં જે ભક્તોનું દુખ દૂર કરતાં જણાય આવે છે. જેને લઈ જયંત પંડ્યાએ આક્ષેપ કર્યો કે બાબા બાગેશ્વર સનાતન ધર્મના નામે લોકોને ગુમરાહ કરે છે. આથી તેની સામે કાર્યવાહી થવી જોઇએ. આજે તેમણે કલકેટરને આ બાબતને લઈ આવેદન પણ આપ્યું અને કહ્યું કે આ કાર્યક્રમાંને મંજૂર આપવી નહીં જોઇએ. અમે બાબા વિરૂદ્ધ પુરાવા એકત્ર કરી રહ્યા છીએ અને તે પુરાવાઓ પોલીસ કમિશનરને આપીશું.

રાજકોટ સહિત ગુજરાત જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video