ગુજરાતમાં બેફામ વ્યાજખોરો પર લગામ કસવાની શરૂઆત થઇ ગઇ છે.વડોદરા પોલીસે બે વ્યાજખોરોની પાસા હેઠળ ધરપકડ કરી જેલ હવાલે કરી દીધા છે.PCBએ બે વ્યાજખોરોને ઝડપી જેલના હવાલે કર્યા છે.પોલીસે વ્યાજખોર પ્રણવની ધરપકડ કરી તેને રાજકોટ જેલ હવાલે કર્યો છે તો વ્યાજખોર ગૌરાંગની ધરપકડ કરી તેને ભુજ જેલ હવાલે કરાયો છે.ફતેહગંજ પોલીસે વ્યાજખોર સંજય મકવાણાની પાસા હેઠળ ધરપકડ કરી છે.તો સયાજીગંજ પોલીસે ગોત્રીમાં રહેતા વ્યાજખોર યશ જાનીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ તરફ રાજકોટમાં પણ વ્યાજખોરો આતંક મચાવ્યો છે. જેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. DCP ઝોન 1ના વિસ્તારમાં 7 ગુના નોંધવામાં આવ્યા છે. વ્યાજખોરોને ડામવા માટે 5 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી કડક કાર્યવાહી માટે પોલીસ એક ડ્રાઈવ ચલાવી રહી છે..જે અંતર્ગત વ્યાજખોર આરોપીઓ વિરૂદ્ધ મની લેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુના નોંધવામાં આવી રહ્યા છે. રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 4, બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 અને થોરાળા પોલીસ સ્ટેશનમાં 1 મળીને કુલ 7 ગુના નોંધવામાં આવ્યા છે.
જયારે, સુરત શહેર ગુજરાતનું આર્થિક પાટનગર કહેવાય છે અને આ પાટનગરમાં દેશભરના અલગ અલગ રાજ્યના લોકો રોજગારીની શોધમાં આવીને વસ્યા છે. શહેરમાં વસીને નાનો મોટો ધંધો કરતા હોવાથી પૈસાની જરૂર હોય છે. બસ આ જ વાતનો લાભ ઉઠાવી કેટલાક અસામાજીક તત્વો આવા લોકોને રૂપિયા વ્યાજ તો આપે છે પણ તેની અવેજમાં વ્યાજની મોટી રકમ પડાવી લેતા હોય છે. આવી સતત ફરિયાદો સુરત પોલીસ સામે આવી રહી છે.