Video: અમદાવાદના બાગ-બગીચાઓની હાલત બની દયનિય, સ્વચ્છતાને લઈને ઉઠી ફરિયાદો

author
| Edited By: | Updated on: Jan 09, 2023 | 12:10 AM

Ahmedabad: અમદાવાદના બાગ-બગીચાઓની હાલત દયનિય બની છે. બગીચાઓ એટલી હદે બિસ્માર બન્યા અને ગંદકીગ્રસ્ત બન્યા છે અહીં વોકિંગ માટે આવતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. બગીચાઓની સ્વચ્છતાને લઈને પણ અનેક ફરિયાદો સામે આવી છે.

હાલ શિયાળાની મોસમ ચાલી રહી છે. વહેલી સવારે લોકો વોકિંગ કરવા બાગ-બગીચાઓમાં જતા હોય છે. પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાના બાગ-બગીચાઓની હાલત એટલી બિસ્માર, દયનીય અને ખરાબ છે કે તે અંગે હવે ફરિયાદો ઉઠવા લાગી છે. આ બગીચાઓમાં સ્વચ્છતાને લઈને પણ ફરિયાદો ઉઠી રહી છે. આ મુદ્દે મહાનગરપાલિકાએ પણ પગલા ભરવાની તૈયારી દર્શાવી છે. જે અંતર્ગત મનપાના બગીચાઓમાં સફાઈ, લાઈટિંગ, ગાર્ડનિંગ, સિક્યુરિટી મુદ્દે ડેપ્યુટી કમિશનર, કોર્પોરેટરો, સ્થાનિક રહીશો વચ્ચે બેઠક યોજાશે.. આ બેઠકમાં લોકોને વેઠવી પડતી હાલાકીઓ દૂર કરવા અંગે ચર્ચા કરાશે અને તેને હલ કરવા માટેના પ્રયાસો અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ અંગે રીક્રીએશન કમિટી ચેરમેને જણાવ્યું કે મોટાભાગના બગીચાઓની જાળવણીની જવાબદારી અમુલને સોંપાઈ છે.. જેથી આ બેઠકમાં અમૂલના સત્તાધીશો પણ હાજર રહેશે.

ગાર્ડનમાં કચરા અને ગંદકીના ગંજ

ગાર્ડનમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગ જોવા મળે છે અને ગંદકી જોવા મળે છે. પ્રાણીઓના મળમૂત્ર પણ ગમે ત્યાં પડેલા હોય છે. સવારે ચોખ્ખી હવા મળે તે આશયથી લોકો વહેલી સવારે વોકિંગ માટે નીકળતા હોય છે પરંતુ સવાર સવારમાં જ તેમને ગાર્ડનમાં પણ વરવા દૃશ્યો જોવા મળે છે અને ગંદકી જોવાનો વારો આવે છે. આ અંગે અનેક ફરિયાદો પણ મળી છે. હવે કોર્પોરેશનના ગાર્ડન ખાતાના અધિકારીઓ અને અમૂલના લોકો વચ્ચે એક સહિયારી બેઠક મળશે અને આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, જેમા વન ટુ વન ચર્ચા કરવામાં આવશે.

 

 

 

 

Published on: Jan 09, 2023 12:01 AM