Video: ભુજમાં ફાયર સેફ્ટીને લઇ કડક કાર્યવાહી, 105 પ્રોપર્ટીને નોટિસ ફટકારાઈ

|

Jan 20, 2023 | 9:30 PM

ભુજમાં ફાયર સેફ્ટીને લઇ કડક કાર્યવાહી કરાઈ છે. 105 પ્રોપર્ટીને નોટિસ ફટકારાઈ છે..પુરતા ફાયર સાધનો અને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરાતા અનેક ઈમારતોને નોટિસ ઈશ્યુ કરાઈ છે. તો 7 જેટલી પ્રોપર્ટીને સીલ કરાઈ છે..આગામી દિવસોમાં મોટી ઈમારતોમાં જરૂરી ફાયરના સાધનો લગાવવા તાકીદ કરાઈ છે

ભુજમાં ફાયર સેફ્ટીને લઇ કડક કાર્યવાહી કરાઈ છે. 105 પ્રોપર્ટીને નોટિસ ફટકારાઈ છે..પુરતા ફાયર સાધનો અને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરાતા અનેક ઈમારતોને નોટિસ ઈશ્યુ કરાઈ છે. તો 7 જેટલી પ્રોપર્ટીને સીલ કરાઈ છે..આગામી દિવસોમાં મોટી ઈમારતોમાં જરૂરી ફાયરના સાધનો લગાવવા તાકીદ કરાઈ છે. આ નિયમોનું પાલન નહીં કરાય તો સિલીંગની કાર્યવાહી ચાલુ રખાશે. આ ઉપરાંત રાજ્યની તમામ નગર પાલિકા અને મહાનગર પાલિકાઓ પણ ફાયર સેફટીના મુદ્દે કાર્યવાહી શરૂ કરે છે.

પોરબંદરમાં પણ ફાયર સેફટી મુદ્દે વધુ ત્રણ બિલ્ડીંગ સિલ કરાઇ

જેમાં પોરબંદરમાં પણ ફાયર સેફટી મુદ્દે વધુ ત્રણ બિલ્ડીંગ સિલ કરાઇ છે. જેમાં શહેરમાં 15 મીટરથી વધુ ઉંચાઈ ધરાવતી બિલ્ડીંગને સિલ કરાઇ છે. ફાયર અધિકારીએ શહેરના ત્રણ બિલ્ડીંગને સિલ કરવાની પૃષ્ટી કરી છે. જેમાં ફ્લેમિંગો ટાવર, રોનક એપાર્ટરમેન્ટ અને ઓરકેડ હાઇટ્સ સિલ કરાઇ છે. પાલિકા ફાયર સેફટી વિભાગે અગાઉ પણ વધુ ઉંચાઈ વાળા બિલ્ડીંગને સિલ કર્યા છે.

ફાયર સેફટી એક્ટની અમલવારી અને અન્ય મુદ્દાઓ ઉપર જાહેર હિતની અરજી

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં તાજેતરમાં લાગેલી આગમાં યુવતીના મૃત્યુ બાદ આગ લાગવાની ઘટનાઓ બાબતે હાઇકોર્ટે લીધું સ્વયમ સંજ્ઞાન લીધું હતું. વર્ષ 2023 ની પહેલી જાહેર હિતની અરજી હાઇકોર્ટે સુઓમોટો પબ્લિક ઇન્ટરેસ્ટ લીટીગેશન તરીકે નોંધી હતી. ફાયર સેફટી એક્ટની અમલવારી અને અન્ય મુદ્દાઓ ઉપર જાહેર હિતની અરજી નોંધાઈ હતી.

આ પણ વાંચો : ગુજરાત સરકારે સામાન્ય લોકોને રાહત આપતી બે મોટી જાહેરાત કરી , વાંચો વિગતે

 

Next Video